________________
ખંડ છે.
૧૮૭ પ્રધાનની પદવી આપી પ્રશંસનીય કૃપાયુકત સ્નેહનું ભાજન બનાવી શ્રીપાલ રાજા આનંદ યુકત થયે. તે પછી સસરા-સાળામશાળ પક્ષના તથા બીજા પણ ઘણા રાજા અને લડવૈયાઓ આવ્યા અને શ્રીપાલજીને નમન કરી ભાગ્યશાળી થયા. એટલે તેઓ સર્વને શ્રીપાલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે વિશેષ આદરસન્માન આપવામાં કંઈ મણ રાખી નહીં. એથી તે બધાએ મમતાળુ હૃદયથી હાથ જોડી મસ્તકે અડાડી નમ્રતા સાથે શ્રીપાલને નમન કરતાં તેમની સેવામાં તત્પર રહેવા લાગ્યા. એક દિવસ સાનુકૂળ સમય મળતાં મતિસાગર મંત્રીશ્વરે શ્રીપાલ પ્રત્યે વિનવ્યું. કવિ જસવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસને ચિથા ખંડની અંદર આ બીજી સહામણ ઢાલ પૂર્ણ થઈ તે એમ સૂચવે છે કે શ્રી સિદ્ધચક્રજી મહારાજના ગુણ ગાવાથી યશ કીર્તિ વિશેષ પ્રકારે વૃદ્ધિ પામે છે.
–૨૧ થી ૨૬
દોહા છંદ મતિસાગર કહે પિતૃ પદે, ઠવી બાલપણુ જેણ; ઉઠાવિયા તો તુજ અરિ, તે સહિ દિત્તમએણ. અરિ કર ગત જે નવિ લિયે, શકિત છતે પિતૃરજજ; લોક હસે બલ ફેક તસ, જિમ શારદ ઘન ગજજ. એ બલ એ દ્ધિ એ સકલ, સૈન્ય તણે વિસ્તાર; શું ફલશે જે લેશે નહીં, તે નિજ રાજ ઉદાર. નૃપ કહે સાચું તે કહ્યું, પણ છે ચાર ઉપાય; સામે હેય તે દંડ , સાકરે પણ પિત્ત જાય. અહો બુદ્ધિ મંત્રી ભણે, દૂત ચતુરમુખ નામ;
ભૂપ શીખાવી મોકલ્યો, પહાતો ચંપા ઠામ. અર્થ–મતિસાગર પ્રધાન હવે શ્રીપાલ મહારાજને કહે છે કે, આપશ્રીને બાળપણમાં આપશ્રીના પિતાશ્રીની ગાદી પર તખ્તનશીન કર્યા હતા; છતાં આપશ્રીના પિતરાઈ કાકારૂપ દુષ્ટ શત્રુએ અહંકાર સાથે પદભ્રષ્ટ કરી આપ નામવરની રાજધાની કબજે કરી લીધી છે. જો કે તે વખતે તે આપનું વય પાંચ વર્ષનું હોવાથી તથા તેને પરાજય કરવાનાં બળવત્તર સાધન ન હોવાથી જતું કરવા જેવું હતું, પરંતુ અત્યારે તે સર્વ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org