________________
ખંડ ચે.
૧૮૫ સુંદરીનું દુઃખ નિહાળી મેં મારી મોટાઈને ગર્વ કર્યો હતો, તે મદના પ્રતાપ વડે હાલ તે જ મયણાસુંદરી બહેનના પતિ આ શ્રીપાલ મહારાજના સેવકભાવે મેં દાસીપણું કર્યું; માટે જે મદ કરે તે મદ મને નડયો. ( હવે મયણાસુંદરીની પ્રશંસા કરે છે કે, એક જ અદ્વિતીય વિજયપતાકાને મયણાસુંદરી બહેન પોતાના સગા કુટુંબમાં પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નીવડી છે. પુનઃ તેમનું શીલ, લીલા મહિમા વડે કરીને કસ્તુરીની પિઠે મઘમઘી રહ્યું છે. અર્થાત્ જેણીના શીલ સુગંધને જગતમાં વિસ્તાર થઈ રહ્યો છે. મયણાસુંદરી બહેને જે જિન ધર્મની સેવા કરી છે તે બળવાન કલ્પવૃક્ષ સરખો પ્રત્યક્ષ દશ્યમાન શુભરૂપ ફલે ફળે કરીને ફળે છે, અને મેં મિથ્યાત્વ ધર્મ સેવન કર્યો તે મને ઝેરના વૃક્ષ સમાન દુઃખરૂપ કુલ ફળેથી ફળ્યો છે. મતલબ એ જ કે જેવાં જેણે બીજ વાવ્યાં તેણે તેવાં ફળ મેળવ્યાં. કોઈ કહે કે તમે એક જ કુળમાં ઉત્પન્ન થએલ છતાં આટલે બધે તફાવત કેમ પડ્યો ? તે તે માટે જણાવું છું કે, જેવી રીતે એક જ સમુદ્રની અંદર અમૃતનું અને વિષ ( હલાહલ) નું ઉત્પત્તિસ્થાન છે, છતાં તેમાં જમીન આસ્માન જેટલું અંતર છે; કેમકે અમૃત રોગમાત્રનું નિકંદન કરી જીવન બક્ષે છે અથવા તે મરણ પામેલાને જીવાડે છે, અને હળાહળ ઝેર છે તે પ્રાણીમાત્રના પ્રાણની હાની કરે છે. તે એક જ જગાએ પેદા થએલ છતાં મહાન તફાવતવાળાં છે, તેવી જ રીતે અમે બન્ને બહેને વચ્ચે પણ મોટો તફાવત છે, માટે કેઈએ ભૂલાવો ખાવો નહીં કે ઉત્પત્તિસ્થળ એક હોવાથી એક સરખાં મતિ-ગતિ-સ્થિતિવંત હોય; તેમ જ મોટી બહેન પિતાના કુળની લાજને પ્રકાશ કરવામાં મણિરત્નની પેઠે દીપકરૂપ છે અને હું તે કુળને મલીન કરવાના કારણરૂપ હોવાથી ઘનઘેર ઘટાવાળી અંધારી રાતને પણ શરમાવવાની છું. મોટી બહેનને જેવાથી સેહામણું સમકિતની શુદ્ધિ થાય અને મને જેવાથી મિથ્યાત્વ લક્ષણ અત્યંત ધીઠાઈ-વકતા પ્રાપ્ત થાય.”
–૧૧ થી ૧૭ હજી એહવા બોલી બોલ, સુરસુંદરીયે ઉપાઈયે હો લાલ; હજી જે આનંદ ન તેહ, નાટિક શતકે પણ કીયા હે લાલ. સા. ૧૮ હેજી શ્રીપાલે વડગ, હવે અરિદમણ અણુવીયો હો લાલ; હજી સુરસુંદરી તસુ દીધ, બહુ ઋદ્ધ વોળાવીયે હો , સા. ૧૯ હજી તે દંપતી શ્રીપાલ, મયણાને સુપસાઉલે હે લાલ; , હજી પામે સમકિત શુદ્ધિ, અધ્યવસાય અતિ ભલે હે લાલ. સા. ૨૦
અર્થ –શ્રીપાળ મહારાજે સંબંધીઓને આનંદ ઉત્પન્ન કરવા માટે સુરસુંદરીને નાટક બતાવવાની આજ્ઞા કરી હતી, તે એક નાટક તે શું; પણ સેંકડો નાટક ભજવી
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org