________________
શ્રીપાળ રાજાને રાસ.
તે વખતે આપના જમાઈ તે પિતાનો જીવ બચાવવા મને ત્યાં જ પડતી મહેલી નાશી ગયા. એથી આપે બક્ષેલી સઘળી દેલત ધાડપાડુઓએ લુંટી હાથ કરી અને તે સાથે મને પણ કબજે કરી રસ્તો પકડડ્યો. તે ધાડપાડુના માણસોએ મને નેપાળમાં જઈ એક સાર્થવાહને ત્યાં ધન સાટે વેચી દીધી. હા! જે ભાગ્યમાં લખ્યું હોય તે જ ફળીભૂત થાય. પરંતુ તેમાંથી કઈ કંઈ ઓછું વધતું કરી શકનાર નથી. તે સાર્થવાહે પણ લાભ મળતાં મને મહાકાળ રાજાના બમ્બરકુળ નગરની અંદર વેશ્યાની દુકાને વેચી દીધી. તેણીએ મને નાટયકળામાં નિપુણ કરી નટી બનાવી. તે પછી નાટકના મહાશેખી મહાકાળ રાજાએ નવ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ તે વેશ્યા પાસેથી ખરીદી લીધી અને વિવિધ પ્રકારે નાચ નચવ્યા. જ્યારે પોતાની મદનસેની કુંવરીનાં શ્રીપાળ મહારાજા સાથે લગ્ન કર્યા ત્યારે દાયજામાં મારા સહિત નવે નાટક મંડળીઓ આપી દીધી. –પ થી ૧૦
હાજી નાટક કરતાં તાસ, આગે દિન કેતા ગયા હો લાલ; હોઇ દેખી આપ કુટુંબ, ઉલઢું દુ:ખ તુમ હુઈ દયા હો લાલ. સા. ૧૧ હાજી મયણું દુ:ખ તવ દેખી, નિજ ગુરૂ અzણ મદ કિયો હો લાલ; હાજી તે મયણપતિ દાસ, ભાવે અબ મુઝ સલકિય હો લાલ. સા. ૧૨ હજી એક જ વિજયપતાક, મયણાં સયણુમાં લહે હે લાલ; હજી જેહનું શીલ સલીલ, મહિમાયે મૃગમદ મહમહે હો લાલ. સા. ૧૩ હોજી મયણને જિનધર્મ, ફલિયો બલિયો સુરતરૂ હો લાલ; હોજી મુઝને મિથ્યાધર્મ, ફલિયે વિષફલ વિષતરૂ હે લાલ. સાથે ૧૪ હજી એક જ જલધિ ઉખન્ન, અમિય વિષે જે આંતરો હે લાલ; હોજ અમ બિહુ બહેની માંહિ, તેહ છે મત કેઈ પાંતરો હે લાલ. સા. ૧૫ હેજી મયણાં નિજ કુલલાજ; ઉદ્યોતક મણિદિપીકા હો લાલ; હાજી હું છું કુલમલ હેતુ, સઘન નિશાની ઝીપિકા હો , સા૧૬ હાજી મયણા દીઠે હોય, સમકિત શુદ્ધિ સોહામણી હો લાલ હજી મુજ દીઠે મિથ્યાત; ધીઠાઈ હોયે અતિ ઘણી હો લાલ. સા. ૧૭
અર્થ –શ્રીપાળ મહારાજા આગળ નાટક કરતાં ઘણા દિવસ વહી ગયા, પરંતુ આજે તે મેં મારું પિતાનું પ્રિય કુટુંબ માત્ર દેખ્યું, તેમ જ મારા ભણું આપની દયા દ્રષ્ટિ થઈ તેથી દુઃખ ઉભરાઈ જવા લાગ્યું. આપે મને પરણાવી તે વખતે મારી મોટી બહેન મયણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org