SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૧૮૩ માલવ દેશમાં (માલવપતિના મહેલમાં) જન્મ ! ક્યાં શંખપુરના ધણી સાથે પરણવું ! કયાં બાબરકુળમાં મને વેચવી ! અને નાટક કરતાં શીખવું ! હા ! દેવે મારે અમળાટ અને વક્રતા વગેરેને દળી નાખી, આ સુરસુંદરીને નાચતી કરી !!!” આવું વિસ્મયકારી નટીનું કથન સાંભળી સૌભાગ્યસુંદરી, પ્રજાપાળ રાજા અને બીજે સ્વજન વર્ગ વિસ્મય સહિત ચિંતવવા લાગ્યા કે શું આ સુરસુંદરી હોય ? પણ આ સ્થિતિમાં તેણીનું હોવું કેમ સંભવે?”. -૧ થી ૪ હાજી જનની કંઠ વિલગ્ન, પૂછી જનકે રોવતી હે લાલ; હજી સઘલો કહે વૃત્તાંત, જે ઋદ્ધિ તુમે દીધી હતી હે લાલ. સા. ૫ હજી હું તે ઋદ્ધિ સમેત, શંખપુરીને પરિસરે હો લાલ; હાજી પહોતી મુહૂરત હેત, નાથ સહિત રહી બાહિરે હો લાલ. સા. ૬ હજી સુભટ ગયા કેઈ ગેહ, છો છે સાથે નિશા રહી હે લાલ; હેજી જામાતા તુજ નડ્ડ, ધાડી પડી તિહાં હું ગ્રહી હે લાલ. સા. ૭ હૈાજી વેચી મૂલ્ય ધાડિ, સુભટે દેશ નેપાલમાં હે લાલ; હજી સારથવાહે લીધ, ફલે લખ્યું છે ભાલમાં હો લાલ. સા. ૮ હજી તેણે પણ બમ્બરફૂલ, મહાકાલ નગરે ધરી લાલ હાજી હાટે વેચી વેશ, લેઈ શીખાવી નટી કરી હે લાલ. સા. ૯ હાજી નાટક પ્રિય મહાકાલ, નૃપ નટ પેટકશું ગ્રહી હો લાલ; હજી વિવિધ નચાવી દીધ, મયણસેના પતિને સહી હો લાલ. સા. ૧૦ અર્થ –એ શંકાયુક્ત વિચાર કરે છે એટલામાં તો સુરસુંદરી દોડીને પિતાની માની કેટે વળગી રેવા લાગી. રેતી જેઈને તેણીના પિતાએ પૂછ્યું “પ્રિય પુત્રી ! આવી દુઃખદ સ્થિતિને શા કારણથી પ્રાપ્ત થઈ.” સુરસુંદરીએ સઘળી હકીકત કહેવી શરૂ કરી—“ પૂજ્ય પિતાશ્રીજી ! આપે જે મને સકળ પ્રકારની વ્યક્તિ આપી વિદાય કરી હતી, તે ત્રાદ્ધિ સહિત શંખપુરી નગરીના નજીક જઈ પહોંચી, પણ પુર પ્રવેશનું મુહૂર્ત ન આવવાથી શહેર બહારના ભાગમાં જ પતિદેવ સહિત સપરિવારે નિવાસ કરવાની જરૂર પડી. પિતાનું વતન હેવાથી રક્ષકે રજ મેળવી પોતપોતાને ઘેર ગયા અને થોડા રક્ષકો સાથે હું રાત્રિ ત્યાં બહાર રહી. દરમ્યાન રાત્રિ થોડા માણના કાફલાને અને નગદીમાલ વિશેષ હોવાને લીધે લાગ મળતાં મધ્યરાત્રિની વેળાએ ધાડપાડુઓએ ધાડ પાડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy