________________
૧૮૨
શ્રીપાળ રાજાને રાસે. થતાં, ઉઠી ઊભા થઈ જમાઈના પ્રબળ પ્રતાપી પ્રારબ્ધને પ્રણામ કરી નમ્રભાવપૂર્વક કહ્યું“પ્રભે ! આપ ગૌરવશાળી અને ગુણવંતને ન ઓળખી શકો તે માફ કરશે.” એ સાંભળી શ્રીપાળકુંવરે કહ્યું “શિરૂઆઈ કે ગુણવંતપણું જે કંઈ પ્રાપ્ત થયું હોય તે કંઈ મારા સામર્થ્યથી નહીં, પણ શ્રીસદ્દગુરૂએ બતાવેલા શ્રીનવપદજીના મહિમાના જ સામર્થ્ય અને પ્રતાપથી જ છે.” આ પ્રમાણે એક બીજાનાં મન આનંદિત અને અભિન્ન થતાં પરસ્પર આનંદ થઈ રહ્યો. અને એ જ આનંદને વિશેષ લ્હાવો લેવા પ્રજા પાળ રાજાએ પિતાના રાણીવાસમાં સંદેશો કહેવરાવી સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી વગેરે તમામ વિવેકવંત પરિવારને બોલાવી લીધે. તેમ જ તે સર્વ સ્વજન વર્ગ એકત્ર મળતાં અનહદ આનંદ પસરી રહ્યો. આ આનંદ પ્રસંગની મહત્તા પ્રદર્શિત કરવા તેજપૂર્ણ શ્રીપાલકુંવરે નાટકનાં ટેળાઓને નાટક ભજવવાને હુકમ કર્યો.
-૬ થી ૧૧
દાળ બીજી–હે લુંબે ઝુંબે વરસે મેહ, આજ દિહાડે ધરણી ત્રીજ રો હે લાલ–એ દેશી. હજી પહેલું પેડું તામ, નાચવા ઉઠે આપણી હે લાલ; હોઇ ભૂલ નટી પણ એક, નવિ ઉઠે બહુ પરે ભણી હો લાલ. હજી ઉઠાડી બહુ કષ્ટ, પણ ઉત્સાહ ન સા ધરે હે લાલ; હેજી હા હા કરી સવિષાદ, દૂહે એક મુખે ઉચરે હો લાલ.
દૂહો. કિહાં માલવે કિહાં શંખપુર, કિહાં બમ્બર કિહાં નટ્ટ, સુરસુંદરી નચાવીયે, દેવે દત્યે વિમરદ. સાહેલ્યાંહે.
હાલ પૂર્વની. હજી વચન સુણ તવ તેહ, જનની જનકાદિક સવે હો લાલ; હોજી ચિંતે વિમિત ચિત્ત, સુરસુંદરી કિમ સંભવે છે લાલ. સા૪
અર્થ –નાટકની નવ મંડળીઓ કે જે બબરકુળના મહારાજાને ત્યાંથી મળી હતી, તે પિકી પહેલી મંડળી પિતાના નાટકની શરૂઆત કરવા પિતાની મેળે ઊભી થઈ. પરંતુ તે મંડળીની મુખ્ય નદી નાટક ભજવવા ઊભી થઈ નહીં. જેથી બધા નાટય પાત્રએ તેને ઘણી રીતે સમજાવી, મહામહેનતે ઉઠાડી પરંતુ ભજવવા ઉત્સાહિત થઈ નહીં. જ્યારે છેવટ પરાણે પરાણે ઉઠાડવામાં આવી ત્યારે, નિરૂત્સાહથી હા ! હા ! શબ્દસહ ઉંડા નિશ્વાસ નાખી તેણીએ એક દૂહા કહી પોતાનું દુઃખ જાહેર કરવા યત્ન કર્યો કે-“ક્યાં મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org