________________
ખંડ ત્રીજે. ગઢને સમરાવી લીધે; કેમકે પરરાજાના પ્રતાપનું તેજ સહન થઈ શક્યું નહીં. તે તેજમાં અંજાઈ પિતાને બચાવ ખેળવા લાગે. જેના લીધે કાપડ-ચોપડા-ઘાસ-દાણા-લાકડાં-પાણી વગેરે નિર્વાહ માટે જોઈતી તમામ ચીજોનો સંગ્રહ કરી લેવરાવ્યો. તેમ જ મોટા સમર્થ લડવૈયાઓને પણ શસ્ત્રઅસ્ત્રાદિ સજાવી તૈયાર કરી રખાવ્યા. આ મામલે જેઈ બિચારાં વ્હીકણ મનુષ્યો તો ધીરજને તજી દેઈ ધ્રુજવા લાગ્યાં. આવી બીકને લીધે ઉજેણીની આસપાસ વસનારી વસ્તી ઉજજેણમાં પિતાના બચાવ માટે ભરાઈ પેઠી. જેથી તે ઉજેણી લેકની ભીડથી સાંકડી બની ગઈ કેમકે શ્રીપાલ મહારાજાનું લશ્કર દરિયાના તોફાની મજાની પેઠે પૂર જોશથી વચ્ચે આવતું છેક ઉજેણીની લગભગ આવી પહોંચ્યું હતું; એથી ડરીને તેઓએ કેટનો આશરો લીધો હતો. લશ્કરે તે જોતજોતામાં ઉજેણીના કિલ્લાની ચોમેર જેમ દ્વીપની ચોમેર સમુદ્ર વીંટાઈ વળેલો હોય છે, તેમ નગરીના કેટને વીંટી લઈ પડાવ કર્યો. અને લશ્કરે છcવણી રચી પોતપોતાની ટુકડીના અલગ અલગ તંબુ રાવડી ડેરા ખડા કરી દીધા. જ્યારે રાત પડી અને રાતને પહેલા પહાર વીતી ચૂક્યો કે શ્રીપાલ મહારાજા હારના પ્રભાવથી પોતાની માતાજીના મહેલે પ્રેમ સહિત નમન કરવા જઈ પહોંચે. (યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે આ. શ્રીપાલરાસના ત્રીજા ખંડની આઠમી ઢાળ પણ પૂરી થઈ અને તે સાથે ત્રીજો ખંડ પણ પૂરો થયો. તથા આ ઢાળ એ જ સુચના આપી રહેલ છે કે, વિધિ સહિત નવપદજીનું આરાધન કરવામાં આવે તે જિનેશ્વરની ભક્તિ વડે વિનયવંત અને અખંડ સારે યશ પ્રાપ્ત થાય. –૨૪ થી ૩૧
પાઈ-પંદ ખંડ ખંડ મીઠાઈ ઘણી, શ્રી શ્રીપાલચરિત્રે ભણી;
એ વાણી સુરતરૂ વેલડી, કિસી દ્રાખને કિસી શેલડી. ઇતિ શ્રીમાન મહોપાધ્યાય શ્રી વિનયવિજયગણિથી અધૂરે રહેલ અને શ્રી જસ વિજયજી ગણિએ પૂર્ણ કરેલ શ્રી સિદ્ધચક મહિમાધિકારે શ્રી શ્રીપાલ ચરિત્રને વિષે શ્રી વિમલેશ્વર દેવે અર્પણ કરેલ હાર પ્રાપ્તિથી, ઈષ્ટદાયક છે કન્યા પાણિગ્રહણ, અને સર્વ સૈન્ય સહિત ઉજજ્યની નગરી પ્રાપ્ત થએલ કથા કહેવામાં આવતાં ત્રીજો ખંડ પૂર્ણ થશે.
અર્થ –શ્રી શ્રીપાલ ચરિત્રના ખંડ ખંડની અંદર ઘણી જ મીઠાશને શ્રીપાળ રાજાના ચરિત્રને વિષે વર્ણવી છે, તે શ્રીજિનેશ્વરની વાણી તે કલ્પવૃક્ષની વેલ સમાન મનવાંછિત પૂર્ણ કરનારી છે, તે વાણીની મીઠાશ આગળ દ્રાક્ષની મીઠાશ તથા શેરડીની મીઠાશ તે શી ગણત્રીમાં છે?
1
છે ! તૃતીય: ખંડ: સમાપ્ત છે
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org