SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીપાળ રાજાને રાસ. ડેરા દીધા સવિ સૈન્યના, પહેલો હુઓ રજની જામ રે; વિ. જનની ઘર પહોતો પ્રેમશું. નૃપ હાર પ્રભાવે તામ રે. વિ૦ લી. ૩૦ ઢાલ પૂરી થઈ આઠમી, પૂરણ હૃઓ ત્રીજો ખંડ રે; વિટ હોય નવપદ વિધિ આરાધતાં, જિન વિનય સુયશ અખંડ રે. વિ. લી. ૩૧ અર્થ –હાથી, ઘોડા, રથ અને પાયદળ, તેમ જ મણિરત્ન, એનું, બહુમૂલાં વસ્ત્ર અને શસ્ત્ર વગેરે વગેરેનાં ભેંટણાં ડગલે ડગલે લેત, દરેક માનવંતા રાજાઓને પગે લગાડ (ખંડિયા રાજા બનાવત) શ્રીપાલ મહારાજા મજલ દર મજલથી પંથે પસાર કરતો ચક્રવર્તિના સરખો પરાક્રમી પ્રસિદ્ધ છે. કવિ કહે છે કે-હમેશાં નિયમ છે કે અણીદાર વસ્તુના ઉપર વજનદાર વસ્તુનું દબાણ થતાં તે તેમાં દાખલ થઈ જાય છે, જેમ કે અણીદાર નહાનકડો કાંટો છતાં ભારે પગનો ભાર આવતાં પગમાં પરોવાઈ જાય છે, તેમ શેષ નાગનાં અણીદાર ફણમાં શ્રીપાલ મહારાજાને જબરા ભારવાળા લશ્કરને ભાર આવતાં શેષનાગની ફેણના મણિઓને સમુદાય પરોવાઈ ગયે હશે જ કે જેને લીધે જાણી શકાય છે કે પર્વત ઢળી ન પડ્યા હશે ! કેમકે પૃથ્વી શેષનાગની ફણપરની મણિચોમાં પરોવાઈ રહી ન હોત તે, સિન્યના ભારથી પૃથ્વી એક બાજુએ નમી જતાં સમાન પૃથ્વી પર રહેલા પર્વતો વગેરે ઢળી જ પડત; પણ તેમ ન થયું તેનું કારણ આ જ હોવું જોઈએ ! આ મહાન નવાઈની વાત જાણીને તે વખતથી સૂર્ય અને ચંદ્ર રાત દિવસ શ્રીપાલ મહારાજાના લશ્કરને જોયા કરે છે, તે જાણે બ્રહ્મા સૂર્ય ચંદ્રરૂપ આંખ ખોલીને છીપાલ મહારાજાનું સૈન્ય નિહાળી ચિંતવન કરે છે કે-ઠીક થયું જે ભૂમિ શેષના ફણની મણિઓમાં પરોવાઈ ગઈ જેથી મારી રચેલી સૃષ્ટી આબાદ રહી નહીં તે આ શ્રીપાલના લશ્કરના ભારથી આ પૃથ્વી નમી જાત, એમ ચકિત થય થકે શ્રીપાલના સિન્યને અદ્યાપિ સુધી ચંદ્ર સૂર્યરૂપ ચક્ષુઓ મારફત જોયા કરે છે? આ ઉપ્રેક્ષા અલંકારનો સાર એટલે જ છે કે-શ્રીપાલ મહારાજાનું લશ્કર ઘણું જ જબરા વિસ્તાર વાળું હતું. એવા લશ્કર સહિત મહારાષ્ટ્રના, સૌરાષ્ટ્રના, મેવાડના, લાટ અને ભેટ દેશના રાજાઓને પિતાના ખંડિયા રાજ બનાવતો શ્રીપાલ મહારાજા સૂર્ય સરખો પ્રદિપ્ત તેજ સહિત માળવે દેશમાં જઈ પહોંચે એટલે કે જેમ સૂર્ય નિષધ પર્વતમાંથી ઉદય પામી હવિષ-હિમવંત ભરત વગેરે ક્ષેત્રો અને પહાડોને પ્રકાશ આપતા સંધ્યા સમયે ફરીને નિષધ પર્વતની મુલાકાત લે છે, તેમ શ્રીપાલ મહારાજા પણ માળવાના પાટનગર ઉજેણીથી ઉદય પામી વિદેશ ગમન કરતો કરતે રાજત્રાદ્ધિ, રમણિયો, ધન, ચારે પ્રકારના લશ્કર સહિત સર્વ દેશોને સાધતા પાછો માળવે દેશમાં આવી પહોંચ્યો; એટલું જ નહીં પણ છેક ઉદય સ્થળ પાટનગરની સમીપ જઈ પહોંચ્યો. જાસુસેના મ્હોંએથી બીજા રાજાનું જબરું લશ્કર ઉજેણી તરફ ધર્યું આવે છે, એવા સમાચાર મળતાં માળવાના રાજા પ્રજાપાળે ભયભીત થઈ પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy