________________
ખંડ પહેલે. બેટી! ભલી રે ભણી તું આજ, તે લોપી મુજ લાજ રે બેટી! વિસાધ્યું નિજ કાજ રે બેટી! તું મૂરખ શિરતાજ રે બેટી! ભલી રે. ૩ પિષીને પઢી કરી રે, ભેજન દૂર કપૂર; રયણ હિંડોળે હિંચતી રે, ભેગ ભલા ભરપૂર રે બેટી ! ભલી રે. ૪ પાટ પરંબર પહેરણે રે, પરિજન સેવે પાય; જગમાં સહુ જી જી કરે રે, એ સવિ મુજ પસાયરે બેટી ! ભલી રે. ૫
અર્થ –આ પ્રમાણે મયણાસુંદરીની અગ્નિમાં ઘી હોમાયા સરખી વાત સાંભળતાં જ પ્રજાપાળ રાજાને કીધ પેદા થતાં ક્રોધાગ્નિથી કળકળતો રાતે પીળે થઈ કહેવા લાગ્યા કે—
રે દીકરી! તું મને ઘણું વહાલી હતી, પરંતુ તે મારા વચનનો ભંગ કર્યો એથી વૈરિણી જેવી થઈ ગઈ, માટે કહું છું કે બેટી! તું આજે તે બહુ સારું ભણ! તે તારો સ્વાર્થ હાથે કરીને જ બગાડયો છે એથી સ્વસ્વાર્થ બગાડનાર હોવાથી ખરેખર તું મૂર્ખ શિરતાજ છે, તને જે પાળી પિષીને મટી કરી છે, ભાતભાતનાં ચોખા વગેરેનાં બરાસ મિશ્રિત જન જમાડી મોટી કરી છે, રત્નથી જડેલા હિંચોળે હીંચે છે, અને સારા તેમજ પૂરેપૂરી રીતે ભેગો ભેગવે છે, તથા ઊંચી જાતનાં હીરચીર પહેરવા મળે છે, નોકર ચાકરે તારી પગચંપી આદિ સેવા ચાકરી કરે છે અને જગતમાં જ્યાં ત્યાં લોકોએ જી જી કહીને અત્યાર સુધી બોલાવી છે એ બધા મારા પસાય ને લીધે થએલ છે એમ જાણજે.”
–૩ થી ૫ તત્ત્વ વિચારો તાતજી રે, મત આણે મન રોષ; કમેં તુમ કુલ અવતરી રે, મેં કિહાં જોયા જોષ. પિતાજી મલહાવો મેંધે મને રે, નવ નવા કરો નિવેદ; તે સવિ કર્મ પસાઉલે રે, એ અવધારો ભેદ. પિતાજી. ૭
અર્થ –કે પયુક્ત વચન સાંભળી મયણાસુંદરી બોલી કે—“પિતાજી! જે મેં કહ્યું તેનું તત્ત્વ-સારા વિચારો અને મનમાં ગુસ્સે ન લાવો. મેં કંઈ આપના કુળમાં પદા. થવાને માટે જેષ જોવડાવ્યા હતા પરંતુ મારા પૂર્વનાં કરેલા સારા કર્મોના ઉદયથી જ આપને ત્યાં અવતરી છું, અને જે આપ મને મોટા મનથી મલ્હા-રમાડે ને આનંદ કરાવે છે, તથા નવા નવા ખાનપાન કરાવે છે તે સઘળે પણ મારા કર્મો જ પ્રતાપ છે એ તત્ત્વને ખાસ ધ્યાનમાં લે અને ઓટો ગર્વ ન કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org