________________
૧૪
શ્રીપાળ રાજાના રાસ.
જે હઠવાદ તુમને ઘણા રે, કર્મ ઉપર એકાંત;
તે તુઝને પરણાવશું રે, કમે` આણ્યા કતરે બેટી ! ભલી ૨૦ ૮ માન હણ્યું જુએ એણીયે રે, માહરૂ સભા સમક્ષ;
ફલ દેખાડુ એહને' રે, સકલ પ્રજા પ્રત્યક્ષ રે બેટી ! ભલીરે ૯
""
અર્થ: ઠીક છે! જો તને એકાંત પક્ષથી કર્મ ઊપર જ હડવાદ છે, તે હવે તને મારી શેાધથી મેળવેલા નહીં, પણ કની શેાધથી મેળવેલા પતિની સાથે પરણાવીશ. રાજા પ્રજાપાળને દુઃખ થતાં તેણે મન સાથે નિશ્ચય કર્યો કે એણીએ મારૂં સભાની અંદર માનભંગ કરેલ છે, પણ હું એનું ફળ એણીને સકળ પ્રજા દેખતા પ્રત્યક્ષપણે દેખાડું.’~~~~૯ સખિયે' એ શું શીખવ્યુ રે, અધ્યાપક અજ્ઞાન;
સજ્જન લેાક લાજે સહુ રે, દેખી એ અપમાન રે ભેટી ! ભલીરે૦ ૧૦ નગરલાક નિર્દે સહુ રે, ભણ્યુ એહનુ ધૂળ;
જીઆ વાતની વાતમાં રે, પિતા કર્યા પ્રતિફૂલ રે બેટી ! ભલીને૦ ૧૧ મિથ્યાત્વી કહે જૈનની રે, વાત સકલ વિપરીત;
જગત નીતિ જાણે નહીં રે, અવળાને વિનીત રે બેટી! ભલીરે૦ ૧૨ અવસર પામી રાયના રે, રોષ સમાવણુ કાજ;
કહે પ્રધાન પધારીએ રે, રયવાડી મહારાજ રે બેટી ! ભલીને૦ ૧૩ રાસ ભલે। શ્રીપાલના રે, તેહની ત્રીજી ઢાલ;
વિનય કહે મદ પરિહરો રે, જેહથી બહુ જંજાળ રે. બેટી ! ભલીને૦ ૧૪
અર્થ :આ પ્રમાણે રાજાનુ અપમાન થવાથી રાજાનાં સગાંસંબંધી-સજ્જન વગેરે બધાં શરમાઇને કહેવા લાગ્યાં કે—“ અરે ! એણીની સાહેલી-સખિયાએ પણ આવું શું શિક્ષણ આપ્યું હશે ? તેમ એણીને ભણાવનારા અધ્યાપક પણ જ્ઞાન વગરનોજ જણાય છે, કેમ કે એણીને નીતિ રીતિ સંબંધી કશી કેળવણી આપી નથી. ” તેમ જ શહેરનાં લેાકે પણ નિંદવા લાગ્યા કે એણીનું ભણું બધુ ધૂળ છે, જુઓ ! એ બહુ ભણેલી છે, પણ ખેલતાં ન આવડવાથી વાતની વાતમાં પિતાને દુશ્મન કર્યું ! ” અને મિથ્યાત્વીએ તે એમજ કહેવા લાગ્યા કે જૈનોની વાતા જ વિપરીત--અવળી છે. જૈન લેકે જગતની નીતિ કે રીતિ જાણતા જ નથી. એએ અવળચંડા અને અકડાઈભર્યા જ હાય છે. ’” રાજાનો ગુસ્સા શાંત કરી દેવા સમયના જાણુ પ્રધાને આવી અરજ કરી કે-“ રાજવાટિકા ફરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org