________________
ખંડ ત્રીજો.
૧૫ એમ નિસુણી સેવન સાંકળું, કુંવરે તસ દીધું તાવ રે; ઘરે જઈ તે કુબજકૃતિ ધરી, તિહાં પહોતો હાર પ્રભાવ રે. – ૯ મંડપે પઈસંત વારી, પિળીયાને ભૂષણ દેઈ રે; તિહાં પહોતો મણિમય પતલી, પાસે બેઈઠ સુખ સેઈરે. જૂ૦ ૧૦ ખરદતો ને નાક તે નાનડું, હઠ લાંબા ઉંચી પીઠ રે; આંખ પીળી કેશ તે કાબરા, રહ્યો ઊભે માંડવા હેઠ રે. જા. ૧૧ નૃપ પૂછે કેઈ ભાગીયા, વળી વાગીયા જાગીયા તેજિ રે; કહે કુણુ કારણ તુમે આવીયા, કહે જિણ કારણ તમે હેજ રે. ૧૨ તવ તે નરપતિ ખડખડ હસે, જુઓ જુઓ એ રૂપ નિધાન રે;
એહને જે વરશે સુંદરી, તેહનાં કાજ સર્યો વળ્યો વાન રે. જા૧૩ અર્થઃ—આ પ્રમાણે વધામણીરૂપ તે પુરુષનું કહેવું સાંભળીને તેની ખુશાલીમાં તેને સેનાનું સાંકળું બક્ષીસ કરી તે વખતે જ શ્રીપાલકુંવર ઘેર જઈ હાર પ્રભાવથી કુબડાનું રૂપ બનાવી કંચનપુર જઈ પહોંચ્યો. એટલું જ નહીં પણ બીજને દિવસે ટાઈમસર મંડપમાં દાખલ થવા ઉમંગભર ચાલ્ય; પરંતુ તેનું વિચિત્રહાસ્યરૂપ સ્વરૂપ જોઈ દરવાને તુરત અંદર જતાં અટકાવ્યું. એટલે કુબડાએ સોનાનો એક અમૂલ્ય દાગીનો દરવાનના હાથમાં મૂક્યો કે તુરત જ અંદર દાખલ થઈ જ્યાં મુખ્ય થાંભલે રત્નજડિત સેનાની પૂતળી ગઠવેલી છે ત્યાં જઈ તેની પાસે જઈ સ્વસ્થ રીતે બેઠે. એટલે ત્યાં બેઠેલા રાજાઓએ તે કુજના હમેં જોયું તે તેના ગધેડા જેવા લાંબા દાંત, ન્હાનું નાક, લાંબા હોઠ, ઉંચી ખૂંધ નીકળેલી પીડ, પીળી–માંજરી આંખો અને કાબરા વાળ હતા; છતાં મંડપની હેઠળ ઊભેલ જે તે કુજને બીજા રાજાઓએ પૂછયું કે—“અમે કેટલાક સૌભાગ્યવંત-રાજકન્યા વરવાને માટે અત્રે એકઠા થએલા છિએ; પણ તમે શું કામે અત્રે પધારેલા છે?” કુબડે ઉત્તર આપે જે કામે આપે અત્રે પગલાં કર્યા છે, તે કામ માટે જ હું અહિં આવ્યો છું.” આવું બોલવું સાંભળતાં જ રાજાઓ ખડખડ હસી પડ્યા અને ઉપહાસ્ય રૂપે એક બીજા પ્રત્યે કહેવા લાગ્યા “જુઓ ! જુઓ !! આ રૂપને ભંડાર તે જુઓ !!! આને જે કન્યા પરણશે તેણીનાં બધાંએ કામ પૂર્ણ થયાં અને તેણીના શરીરનું વાન પણ વળ્યું એમ જ સમજી લે.”
–૯ થી ૧૩ ઈશુ અવસરે નરપતિ કુંઅરી, વર અંબર શિબિકા રૂઢ રે; જાણિયે ચમકતી વીજળી, ગિરિ ઉપર જલધર ગૂઢ રે. જા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org