SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રીપાળ રાજાના રાસ. કહેવા લાગે –“મહારાજ! અહીંથી ત્રણ જજન ઉપર કંચનપુર નગર છે, ત્યાં વાસેન નામનો રાજા કે જે દુશમનોનો અંત આણનારી બળવાળી તરવાર વાપરવામાં વખણાયેલો છે તે રાજ્ય કરે છે. તેને કંચનમાળા નામની રાણી કે જેનું શરીર માલતીની માળા સમાન સુકમળ છે તેને ચાર કુંવર ઉપર ત્રિલોયણુંદરી નામની એક કુંવરી છે. તે જેમ ચાર વેદની ઉપર વેદોના રહસ્યરૂપ ઉપનિષદ શેભે છે, તેમ ચાર પુત્રોની ઉપર કુંવરી શેભે છે. પુણ્યાત્મન ! આ જગતમાં જ્યારે બ્રહ્માએ રષ્ટિ પેદા કરી ત્યારે સુંદર સ્ત્રીઓની પેદાશ કરવા પહેલાં, જેમ કે ચિતાર કે લેખક પોતાને હાથ જમાવવા પાટી ઘુંટે છે. ત્યારે જેવાં તેવાં રૂપ-વર્ણ આલેખે છે, અને તે જ ચિતારા કે લેખકને જ્યારે પૂરેપૂરો હાથ ચિત્ર ને લેખમાં જામી જાય છે, ત્યારે તે સર્વોત્તમ ચિત્ર કહાડી જેનારને આનંદ આપે છે, તેમ સુંદર સ્ત્રીઓ બનાવવામાં પાટી ઘુંટવા સરખી રંભા-ઉર્વશી તિલોત્તમામેનકા વગેરે અપસરાઓ બનાવી અને જ્યારે બ્રહ્માને એ કામમાં હાથ વખાણવા લાયક જાગે ત્યારે સર્વોત્તમ સ્વરૂપવંતી સ્ત્રી એક લેકરસુંદરીને જ નિપજાવી છે– મૈક્યસુંદરી બનાવી જેથી બ્રહ્માને સંતોષ તે થો; તે પણ છાને એક વિચાર પેદા થયે કે- જ્યારે હું એ ક્યસુંદરીને જ સહુથી સરસ રૂપાળી રચીને બેસી રહીશ ત્યારે તે સર્વ કરતાં વિશેષ રૂપવંત છે તે કેમ જણાશે ? તેથી પછી બીજી સ્ત્રીઓ બનાવી ! મતલબ કે વૈલોક્યસુંદરીને સર્વ કરતાં વિશેષ સ્વરૂપવાન બનાવી છે જેની તુલનામાં બીજી કોઈ સ્ત્રી હોઈ શકે નહિ.”મહારાજ! તે ત્રિલેશ્વસુંદરીના સ્વરૂપ માટે એટલું જ કહેવું બસ છે કે તેના શરીરના રૂંવાડાને અગ્રભાગ લેવામાં આવતાં આનંદની અકયતાને અનુભવ થાય, એટલે કે તેણીના પ્રેમને અગ્ર ભાગ જેવાથી ત્રણે લેકમાં ફેલાવનારો આનંદ એક જ જગાએ એકઠા થતાં, જેનાર પુરુષ તદ્દન આનંદમગ્ન થઈ જાય છે. એટલે કે તેણીને જેનાર કામદેવમય-કામ વ્યાપ્ત થઈ જાય; કેમકે જેનારને એવી જ વિચારણા થાય કે-કામદેવ ઘણો જ રૂપાળે છે અને આ કુંવરી પણ અત્યંત રૂપાળી છે.” એવી અનુપમ રૂપવતી હોવાને લીધે તેના પિતાએ તેણીના જ સરખો રૂપગુણ શીલસંપન્ન વર પ્રાપ્ત થવાને માટે સ્વયંવર મંડપની રચના કરી છે, અને તે મંડપમાં મૂળ-મુખ્ય થાંભલે એક રત્નજડિત સોનાની સુશોભિત પૂતળી ગઠવેલ છે. તથા તે મંડપમાં જે જે રાજા વગેરે પધારશે તેઓને બેઠક લેવા માટે તે પુતળીની ચોમેર વિમાનોની પંક્તિની પેઠે મોટા તેમ જ ન્હાના (પિત પિતાની લાયકાત મુજબ) માંચડા (બેઠકો) ગોઠવેલ છે, તેમ જ ત્યાં જે જે રાજાઓ પધારશે તેઓને ગોરવનું ભેજન દેવાને માટે જે ધાન્ય વગેરે લાવવામાં આવેલ છે તેના ઢગલા ડુંગરને પણ શરમાવી નાખે તેટલા બધા મોટા છે. અને તે સ્વયંવરમાં સ્વયં (પિતાની મેળે કુંવરીને) વર વરવાનું મુહૂર્ત અષાઢ માસના પ્રથમ પક્ષના બીજે દિવસે છે. માટે તે ઉત્તમ કુલોત્તમ કુમારે ! તે બીજ આવતી કાલે જ છે. તે પુણ્યવંતને સફળતાનું કારણ વાધીન હોવાથી કાર્ય સિદ્ધ કરો. –-૧ થી ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy