SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીપાળ રાજાને રાસ. સહવાસ ઘણે જ દુઃખદાયી હોય છે. કારણ કે જે રસિકજનને અરસિકજનને સમાગમ થાય તે તે સિકજન એક હાથે તાળી પાડવા જેવો નકામે થઈ રહે છે. બેઉ એકસરખા હોય તે જ તાલ જામે છે; પણ એક સમજદાર અને બીજે બે સમજદાર હોય તે, જેમ ઝાડથી ટૂટી જુદી પડેલી ઝાડની ડાળી સૂકાઈ ઝાંખરૂં થઈ જાય, તેમ તે મૂર્ખના સમાગમથી ચતુર રસિક, રસજ્ઞના વિયોગને લીધે ઝુરીઝરીને ઝાંખરાં જે થઈ આખર નિર્જીવ બને છે. મતલબ એ જ કે તે મૂર્ખ યુક્તિ કે ઉકિત કશું જાણતો ન હોવાથી, તથા જેને કશી કામ કરવાની ચાતુરતા સંબંધી શોધનાં સૌજ–લક્ષણ પણ સૂઝતાં ન હોય અને જે આમતેમ જગલીની પેઠે જોયા કરતો હોય, તે જાણે જંગલમાંથી પકડી આણેલું રોઝ હેયની ? તે ગમ વગરનો ગમાર હોય છે. તે તેવા ગમાર ને રેઝનું મન જગત ભરમાં કોઈ પણ ચતુરજન રીઝવી શકનાર છે જ નહીં, કેમકે ચતુરજનાની કારીગરી, જે પિતાની વાત સાંભળે-મર્મ સમજે-ધ્યાન આપે તેના પર ચાલી શકે છે અને તેના ઉપર તેઓ વચનની અસર કરી શકે, પણ જે ઉહું કરે કે આડું જોઈ બોલ્યા ભણી ધ્યાન જ ન આપે તે પછી વચનની અસર શી રીતે કરી શકે ? જુઓ કે–મગશેલી પથરે રાત ને દહાડે નદીના જળપ્રવાહમાં પડ્યો રહે છે, તે પણ તે જરા પલળતો નથી, તે જ રીતે રાતદિન ચતુરના સહવાસમાં રહ્યા છતાં મૂર્ખ પણ મૂખને મૂર્ખ જ રહે છે. કારણ કે તે સહવાસમાં રહેવા છતાં કહેલી કોઈ પણ વાતને મર્મ સમજી શકતા નથી, કેમકે તેનું ચિત્ત એક ઠેકાણે હેતું નથી, પણ સેંકડે બાબતમાં ભટકતું હોય છે. એટલે પછી તે હરાયા ઢેરની પેઠે માથું મારી ફરનાર મૂખનું મન ક્યાંથી ઠેકાણે હેાય કે તે વાતની અંદરનું રહસ્ય સમજી શકે ? અને જ્યારે ન સમજી શકે ત્યારે તેની અસર કે તેને આનંદ શી રીતે પ્રાપ્ત થઈ શકે ત્યારે જે ને તે જ રહે એમાં નવાઈ પણ શી ? આમ હવાથી હે મહારાજ ! તે રાજકુમારી પિતાની સાહેલીઓ પ્રત્યે કહ્યા કરે છે કે –“હે સખીએ ! જે ચતુરની સાથે વાત કરવા વખતે એક બેવાર બોલ્યા છતાં પણ વળી બોલવાનું મન થાય તેવા ચતુરને સહવાસ થાય તો તે સંસાર લેખે છે, નહીં તો એ વિનાના મૂર્ખને સમાગમ થાય તે બેશક અવતાર લેખે—નકામે જ થઈ પડે; કેમકે રસિકજનને રસિકજનને મેલાપ થાય અને તે સાથે ગુણગેષ્ટિરૂપ વાર્તાલાપ કરતાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદરસ હૈયામાં પણ સમાઈ શકતો નથી, તેમ તે રસની કહેણી પણ હેઠ પર આવી શકતી નથી, એટલે કે ઉભરાઈ જાય એટલે આનંદરસ છતાં કહીને સમજાવી શકાતો નથી; કેમકે અનહદ આનંદ હોય છે. તો તે હદ વગરના આનંદનું શી રીતે ખરેખરૂં વર્ણન કરી શકાય ? માટે જ જે પરીક્ષા કર્યા વિના પરણવામાં આવે ને કદી ખરાબ ભરતાર મળે, તે આખે જન્મારે ઝરતાં જાય, તેમાં પછી કીરતાર પણ શું કરે ?” આવું ગુણસુંદરીનું માનવું હોવાથી આ કારણને લીધે હે રાજન ! તેણીએ પ્રતિજ્ઞા કરી છે કે_જે નર મને વીણાના વાદમાં જીતશે, તે નર જ મારો ભરતાર થશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy