SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજે. ૧૩૭ શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, વૈદ્યક શાસ્ત્ર, પુરાણુ શાસ્ત્ર. હવે શાસ્ત્રના ચાર વેગ કહ્યા છે તેનાં નામ કહે છે. એક ધર્મ કથાનુયોગ, બીજે ચરણ કરણાનુગ, ત્રીજે ગણિતાનુગ, અને દ્રવ્યાનુયોગ, ઈત્યાદિ સર્વ શાસ્ત્ર કહેવાય છે તે તથા (સુભાષિત કે.) જેમાં પ્રસ્તાવેચિત્ત ભલાં વચન હય, એવા પ્રસ્તાવિક શ્લેક જે ચાણક્ય પ્રમુખ તેના ભેદ સહિત તથા ગાથાઓના ભેદ, છંદની જાતિ, સવૈયા, કવિત્ત, કુંડલીયા, દેહા, ગાહા, હેલી પહેલી ઈત્યાદિક સર્વ સુભાષિત જાણવા, તથા (કાવ્ય કે.) હરિનું પ્રમુખથી માંડીને મહા દંડક પર્યત નવનવા છંદની જાતિઓ. તિહાં જે અગ્યાર અક્ષરનું પદ તે કાવ્યની પહેલી જાતિ જાણવી ઈત્યાદિ. (રસ કે.) નવરસ, તેમનાં નામ કહે છે. શૃંગારરસ, હાસ્યરસ, કરૂણરસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનકરસ, બીભત્સરસ, અદ્ભુતરસ, અને શાંતરસ એ નવ રસ. તથા વળી ત્રણ પ્રકારના રસ તેમાં એક સ્થાયીરસ, બીજે સાત્વિક રસ ત્રીજો સંચારરસ. એની ઉપર રાગ, અનુરાગ, અનુરતિ તેણે કરી યુક્ત તથા વળી વીણાનાદ તે વીણના શદ તથા જુદી જુદી જાતિનાં વાજિંત્રોના શબ્દ તે લેક ભાષાએ ત્રણ પ્રકારના છે. એક ઘા, બીજે વા, ત્રીજે પસર તથા વળી બીજા ચાર ભેદ કહે છે. એક ઘન તે તાલ પ્રમુખ, બીજે સુષિર તે વંશાદિક, ત્રીજે આનધ મુરજદિક અને તંત તે વીણ પ્રમુખ. હવે પ્રથમના ત્રણ ભેદને અર્થ કહે છે. પ્રથમ ઘા તે ઢેલ, પડધે, મૃદંગ, પખાવજ, તાલ, કંસાલ, કરતાલ, પ્રમુખ જાણવા. બીજે વા તે શંખ, શરણાઈ, ભેરી, નફેરી, ભુંગલ, કરણા પ્રમુખ જાણવા. ત્રીજે ઘસરકો તે સારંગી પ્રમુખ જાણવા. ઈત્યાદિક સર્વ વાજિંત્ર જાણવા. હવે વીણાના સાત નામ છે. તે કહે છે. વીણા, ઘોષવતી, વિપંચી, કંઠણિકા, વલ્લક, તંત્રી, પરિવાદિની. તે વીણાના સ્વામી જુદા જુદા હોય. શીવની વીણાનું નામ નાલંઘી. સરસ્વતીની વિણાનું નામ કછપી. નારદને મહતી નામે વીણા હેય. સર્વને સમ્મત તે પ્રભાવતી નામે વીણું જાણવી. બ્રહ્માની બૃહતી નામે વીણા છે, તુબુરૂની કલાવતી નામે વાણું, ચાંડાલની કેટલી નામે વિણા, એ વીણાના ભેદ જાણવા. ઈત્યાદિક સર્વને (વિનોદ કે.) રમણ તે ગુણસુંદરી છે, એટલે એ સર્વ ચાતુર્ય ગુણસુંદરીમાં છે. એમ સાર્થવાહ જે આવ્યું છે તે શ્રીપાલને કહે છે. વળી કહે છે કે હે સ્વામિન્ ! તે કુંવરી અત્યંત ડાહી છે. વળી ચતુર છે, માટે જે તે ચતુરને મળે તે જ પ્રમોદ ઉપજે અથવા ગુણવંતને ગુણવંત મળે તે જ શોભે. પરંતુ ચતુરને મૂનો સંગ થાય તે, જેમ તોફાની ગાયના ગળામાં બાંધેલ અણઘડ લાકડું ચાલતાં પગમાં અથડાઈ દુઃખ દે છે, તેમ મૂખ સાથે થએલો સમાગમ, સહવાસ કે દસ્તી પણ તેવું દે છે; કેમકે ડગલે ડગલે હઠવાદ કરવાને લીધે તે હૈયામાં સાલ્યા કરે છે. એમ તે રાજકન્યાએ માની લીધું છે, તથા તે કહે છે કે-“હે દેવ ! જે તું કદી ગુણવંત પર ગુસ્સે થઈ જાય તે તેના પર દુઃખની પિડ્યો ભરીભરીને દઈ દેજે, પરંતુ તેને ગમારની સાથે વાત કરવી કે દસ્તી કરવી એ અસહ્ય દુઃખ દઈશ નહીં. મતલબ કે અન્ય દુઃખ કરતાં મૂખ સાથે ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy