________________
ખંડ ત્રીજે.
૧૩૫
જે રૂઠ ગુણવંતને, તો દેજે દુ:ખ પોઠિ; દૈવ ન દેજે એક તું, સાથ ગમારાં ગઠિ. રસિયા શું વાસ નહીં, તે રસિયા એક તાલ; ઝૂરીને ઝાંખર હવે, જિમ વિછડી તડાલ. ઉક્તિ યુક્તિ જાણે નહીં, સૂઝ નહીં જસ સેજ; ઈત ઉત જોઈ જંગલી, જાણે આવ્યું રોઝ. રોઝ તણું મન રીઝવી, ન શકે કઈ સુજાણ; નદી માંહિ નિશદિન વસે, પલળે નહીં પાષાણુ. મરમ ન જાણે મહિલ, ચિત્ત નહીં ઈક ઠેર; બિહાં તિહાં માથું ઘાલત, ફિર હરાયું ઢર. વલી ચતુરશું બોલતાં, બોલી ઈક દે વાર; તે સહેલી સંસારમાં, અવર અકજ અવતાર. રસિયાને રસિયા મિલે, કેલવતાં ગુણ ગોઠ, હિયે ન માયે રીઝ રસ, કહેણી ના હોઠ. પરખ્યા પાખે પરણતાં, ભુચ્છ મિલે ભરતાર; જાય જન્મારો પૂરતાં, કિયું કરે કિરતાર. તિયું કારણ તે કુંઅરી, કરે પ્રતિજ્ઞા સાર;
વીણ વાદે જીતશે, જે મુજ તે ભરતાર. અર્થ—હવે તે ગુણસુંદરીએ બાળપણથી જ વીણા વગાડવાનો અભ્યાસ કર્યો છે, તે કેવી રીતે કર્યો છે? તે કે ૧ રાગ, ૨ રાગિણી, ૩ રૂ૫, ૪ સ્વર, ૫ તાલ, ૬ સંતાવતાન. એટલા ગુણયુક્ત વીણાના જે કાંઈ ભેદે છે તે સર્વને તે કુંવરી જાણે છે. તિમાં પ્રથમ રાગ છ પ્રકારના છે. તે જણાવે છે.
૧ શ્રીરાગ. ૨ વસંત. ૩ પંચમ. ૪ ભરવ. ૫ મેઘ. ૬ નટનારાયણ. એ છે રાગનાં નામ કહ્યાં હવે એકેકા રાગની છ છ રાગિણીએ એટલે સ્ત્રીઓ છે, તેમનાં નામ કહે છે : (૧) હારવા અથવા માલવી, ત્રિવેણી; કિદાર; ગૌરી, મધુમાધવી; બહારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org