________________
૧૩૪
શ્રીપાળ રાજાને રાસ. એ સાંભળી સાર્થવાહે કહ્યું કે–“અમે બધા કાંતિનગરથી આવેલા છિએ, અને અમારે કંબુદ્વીપ જવાનો વિચાર છે.” ફરી કુંવરે પૂછ્યું કે “જ્યારે તમેએ લાંબે પંથ પસાર કર્યો છે ત્યારે કહે કે એ પંથની અંદર કોઈ આશ્ચર્યકારી બનાવ જોયો છે?” સાર્થવાહ કહ્યું“મહારાજ ! જે આશ્ચર્યકારી બનાવ નજરોનજર જોયો છે તે સાંભળો. કુંડલપુર નામનું એક શહેર છે કે જે અહીંથી બરોબર ચારસો ગાઉ દૂર છે. તે શહેરનો મકરકેતુ રાજા છે, તેની કપૂરતિલકા નામની રાણી છે. તે રાણીના પેટથી બે પુત્ર તેમ જ તે ઉપર એક ગુણવાન પુત્રી પેદા થએલ છે, કે જેણીનું નામ ગુણસુંદરી નામ પ્રમાણે સુંદર ગુણ ધરાવનારી છે અને રૂપમાં સ્વર્ગમાં વસનારી રંભા સરખી છે, એટલું જ નહીં પણ જગત ભરમાં તેણીના રૂપગુણની બરોબરી બતાવવા ઉપમા આપીયે તેવો કોઈ પદાર્થ પણ સરજાયેલ નથી. એટલે કે તે ગુણસુંદરી સ્ત્રીની ચોસઠ કળાઓનો ખજાનો જ છે. ૧ નૃત્ય, ૨ ઔચિત્ય, ૩ ચિત્રક, ૪ વાદ, પ મંત્ર, ૬ તંત્ર, ૭ જ્ઞાન, ૮ વિજ્ઞાન, ૯ દંભ, ૧૦ જલસ્તંભ, ૧૧ ગીતનાદ, ૧૨ તાલમાન, ૧૩ મેઘવૃષ્ટિ, ૧૪ ફળવૃષ્ટિ, ૧૫ આરામારોપણ, ૧૬ આકારગોપન, ૧૭ ધર્મ વિચાર, ૧૮ શુકન, ૧૯ કિયાકલ્પ, ૨૦ સંસ્કૃત જ૫, ૨૧ પ્રાસાદનીતિ, ૨૨ ધર્મનીતિ, ૨૩ વર્ણિકા વૃદ્ધિ, ૨૪ સુવર્ણસિદ્ધિ, ૨૫ સુરભિતિલકરણ, ર૬ લીલાસંચરણ, ૨૭ ગજતુરંગ પરિક્ષણ, ૨૮ પુરુષ લક્ષણ, સ્ત્રી લક્ષણ, સામુદ્રિક, ૧૯ સુવર્ણ રત્નભેદ, ૩૦ અષ્ટાદશલિપિ પરિચ્છેદ, ૩૧ તત્કાલબુદ્ધિ, ૩ર વાસસિદ્ધિ, ૩૩ વૈદ્યક, ૩૪ કામવિકિયા. ૩પ ઘટભ્રમ, ૩૬ સારિપરિશ્રમ, ૩૭ અંજન, ૩૮ ચૂર્ણયોગ, ૩૯ હસ્તલાઘવ, ૪૦ વચન પાટવ, ૪૧ વિધિ, ૪ર વાણિજ્યવિધિ, ૪૩ મુખમંડન, ૪૪ શાલિન ખંડન, ૪૪ કથાકથન, ૪૬ પુષ્પગુંથન, ૪૭ વક્રોક્તિ, ૪૮ કાવ્ય શક્તિ, ૪૯ ફાવેષ, ૫૦ સકલ ભાષા વિશેષ, ૫૧ અભિધાન જ્ઞાન, ૪ર આભરણ પરિધાન, પ૩ ભૂલ્યોપચાર ૫૪ ગૃહાચાર, પપ કાવ્યકરણ, પ૬ પટનિરાકરણ, પ૭ રંધન, પ૮ કેશબંધન, ૫૯ વીણ નાદ, ૬૦ વિતંડાવાદ, ૬૧ અંકવિચાર, ૬૨ લોકવ્યવહાર, ૬૩ અંત્યાક્ષરિકા, ૬૪ પ્રશ્નપ્રહેલિકા. એ ચોસઠ કલાનાં નામ અન્ય સ્થળે પ્રકારતરે પણ લખેલાં છે. એ ચોસઠે કલાની જાણ તે ગુણસુંદરી છે.
-૧ થી ૭ રાગ રાગિણી રૂપ સ્વર, તાલ તંત વીતાન; વીણા તસ બ્રહ્મા સુણે, થિર કરી આઠે કાન. શાસ્ત્ર સુભાષિત કાવ્ય રસ, વીણુ નાદ વિદ; ચતુર મલે જે ચતુરને, તો ઉપજે પરદ. ડહેરો ગાય તણે ગલે, ખટકે જેમ કુક; મૂરખ સરખી ગોઠડી, પગ પગ હિયડે હ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org