SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીપાળ રાજાનો રાસ. અમારા નાથને દરિયામાં દગો દઈ નાખી દીધા હતા; પણ સારા ભાગ્યદયના લીધે આ એક મહિને આજે પ્રાપ્ત થયા છે.” જ્યારે આ પ્રમાણે બધી હકીકતથી રાજા વાકેફ થયો ત્યારે તે એ કુંવર સગી બહેનને દીકરે (ભાણેજ) જ નીકળે, એટલે રાજા મનમાં બહુજ શરુ થયે. આ પ્રમાણે ઓળખાણ પડવાથી રાજા વિચારમાં પડ્યો છે“અવિચાર્યું–વગર વિચાર્યું કામ કરવા માંડ્યું હતું, પણ દેવની અનુકૂળતાથી તે બધું ઠેકાણે આવ્યું. ઘી ઢળ્યું પણ ભોજનમાં જ ઢળ્યું. ” વગેરે વિચારી હૂંબ પ્રત્યે રાજાએ પૂછ્યું–“તમે તમારો સગો બતાવે છે એ સંબંધમાં સત્ય વાત શું છે? તે જલ્દી કહો શી મતલબને લીધે આ પ્રપંચ રચના કરવી પડી ?” આ પ્રમાણે રાજાએ પૂછ્યું એટલે ડૂબ થરથરતા બોલ્યા કે “અન્નદાતાજી ! ધવળશેઠે અમને શિખવ્યું છે અને લાખ સોનામહોર મળવાના લેભને લીધે ખવાર થયા છિએ. પ્રજો અમોએ શું હું જ કપટ કેળવ્યું છે, માટે દીન જાણી દયા કરો.” એવું ડૂબનું બેલવું સાંભળી રાજા કોધવંત બની ધવળશેઠને બાંધી પિતાની હજુર મંગાવ્યો અને તે પછી તે શેઠ અને ડૂબના ટોળાને ઠાર મારવાનો નિશ્ચય કરી રાજા બોલ્યા કે “શેઠ અને ડૂબ બેઉ દેહાંત દંડને યોગ્ય જ છે માટે તેમને ગરદન મારે.” એમ હુકમ ફરમાવી તે બેઉને મારાઓને સ્વાધીન ર્યો. એટલે મેટા મનના કુંવરે આડે ફરી તે બેઉને મહાતની સજાથી બચાવ્યા. કવિ કહે છે કે –“ઉત્તમ નર આ પ્રમાણે ઓળખીયે કે જે અવગુણ ઉપર ગુણ કરે તે જ ઉત્તમ જન ગણાય છે.” જ્યારે આ પ્રમાણે ચોખવટ થઈ ત્યારે ભવિષ્ય ભાખનાર જેશી બો —“ મહારાજ કેમ મારૂં નિમિત્તશાસ્ત્ર કિંવા ભવિષ્યવાણી હવે સત્ય છે કે નહીં ? મેં કહ્યું હતું કે આ બહુ માતંગને ધણી છે. માતંગ એટલે હાથી, તેઓને જે પ્રભુ તે બહુ માતંગ પણ કહેવાય છે, માટે જ આ બહુ માતંગને પ્રભુ, ઉદાર ચિત્તવંત અને રાજાઓનો પણ રાજા છે.” –૨૧ થી ૨૪ નિમિત્તિયાને નૃપ દીએ રે, દાન અને બહુ માન રે, ચ૦ વિધાનિધિ જગમાં વડો હો લાલ; કુંઅર નિજ ઘર આવીયા રે, કરતા નવપદ ધ્યાન રે, ચ૦ મયણાં ત્રણે એકઠી મલી હો લાલ. ૨૫ કુંઅર પૂરવની પરે રે, પાલે મનની પ્રીત રે, ચ૦ પાસે રાખે શેઠને હો લાલ; તે મનથી છડે નહીં રે, દુર્જનની કુલ રીત રે, ચ૦ જે જેવો તે તેવો હે લાલ. ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy