________________
ખંડ ત્રીજે.
તે સુણતાં જવ ઓલ રે, તવ હરખ્યો મન રાય રે, ચ૦ પુત્ર સગી ભગિની તણો હો લાલ; અવિચાર્યું કીધું હતું રે, પણ આવ્યું સવિ હાય રે, ચ૦ ભજન માંહે ઘી ઢહ્યું હે લાલ.
- ૨૧ નરપતિ પુછે બને રે, કહો એ કિસ્યો વિચાર રે, ચ૦ તવ તે બેલે કંપતા હો લાલ; શેઠે અપ્ત વિગેઈયા રે, લોભે થયા ખુવાર રે, ચ૦ કુડું કપટ અમે કેળવ્યું હે લાલ.
૨૨ તવ રાજા રીસે ચઢયો રે, બાંધી અણુવ્યો શેઠ રે, ચ૦ હંબ સહિત હણવા ધર્યો હો લાલ; તવ કુંવર આડે વલી રે, છોડાવ્યો તે શેઠ રે, ચ૦ ઉત્તમ નર એમ જાણીયે હો લાલ.
૨૩ નિમિત્તિ તવ બલીયો રે, સાચું મુજ નિમિત્ત રે, ચ૦ એ બહુ માતંગને ધણી હે લાલ; માતંગ કહીયે હાથીયા રે, તેને પ્રભુ વડ ચિત્ત રે, ચ૦ એ રાજેસર રાજીયો હો લાલ.
૨૪ અર્થ – આ પ્રમાણે કુંવરનું હોવું સાંભળીને રાજાએ તે બંને સુંદરીઓને બોલાવવા તુરત પોતાના પ્રધાનને બંદર પર મેકલ્યો, એટલે તે બંદર પરનાં વહાણુમાં પહોંચી સુંદરીઓ પ્રત્યે વીનવવા લાગે કે –“આપના સ્વામીનાથ અહીં છે અને આ પ્રમાણે વાત બની છે માટે આપને બોલાવવા આવ્યો છું. ” વગેરે વગેરે કહ્યું, એટલે સ્ત્રીઓ આદરમાન પામી એથી તેણીઓનાં મન હર્ષવંત થયાં અને વિચારવા લાગી કે–દેવી વચન પ્રમાણે મહિનાની મુદત પૂરી થવાને લીધે નકકી સ્વામીના તેડાવ્યા છે, માટે જવું જ જોઈએ.” એમ વિચારી રત્નસુખાસનમાં બેસી રવાના થઈ રાજા હજુર આવી પહોંચી. એ જોઈ રાજાનું મન હર્ષવંત બન્યું તેમ જ સુંદરીઓએ પિતાના નાથને નજરે નિહાળતાં પ્રેમઅંકર પ્રકટ થયે. આ બનાવથી સાચે જુડને નસાડી દીધું. તે પછી રાજાના પૂછવાથી વિદ્યાધર પુત્રી મદનમંજૂષાએ વિદ્યાચારણ મુનિના મુખેથી સાંભળ્યા હતા તે બધે વૃત્તાંત કહી બતાવી વિશેષમાં કહ્યું કે–પાપી ધવલશેઠે
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org