________________
૧૨૮
શ્રીપાળ રાજાનો રાસ.
મદનમંજરીએ સાંભળી ત્યારે તે વખતે ત્યાં આવી રાજાને આ પ્રમાણે વિનવવા લાગી— “પિતાજી ! જે કામ કરીયે તે વિચારીને કરીયે તો તેથી હસીને પાત્ર ન થવાય, અને જગતમાં ઘણે યશ પ્રાપ્ત થાય. વિચારી જુઓ કે–કુળ તે આચારથી જ ઓળખાય છે, તે છતાં પણ આવી વાત સાંભળી કાચા કાનનું થવું એ યોગ્ય નથી. માટે ઉંડી તપાસ કરી કામ કરો કે જેથી પાછળ પસ્તાવું ન પડે. ” ઈત્યાદિ કહી દાખલા દલીલ વડે રાજાના મનમાં પોતાના કથનની હીલચાલ કરી. એથી રાજાએ કુંવર પ્રત્યે પૂછ્યું કે“તમારે વંશ જાહેર કરે છે જેથી સંશય દૂર થાય.” કુંવરે આનંદિત ચહેરે કહ્યું“જે ઉત્તમ જન હોય તે પોતાની પ્રશંસા પિતાના મુખેથી કેમ કહી શકે ? માટે કામ મારફત હુ કુળ એાળખાવીશ. આપ આપનું સઘળું લશ્કર તૈયાર કરાવી, મારા હાથમાં ફક્ત એક તરવાર આપ એટલે ક્ષત્રી છું કે આ કુટુંબનો સગો છું એ તરત જણાતા મારું કુળ પ્રકટ થઈ જશે. કેમકે ક્ષત્રિીની ખરી પરીક્ષા લડાઈના મેદાનમાં તરવારથી થાય છે. માથું મુંડાવ્યા પછી નક્ષત્ર ને વાર પૂછે તેવી કહેવત આપે સાચી કરી બતાવી. એમ છતાં પણ તુરત ખાત્રી કરવા માંગતા હો તો આજે બંદરમાં નાંગરાએલાં વહાણોની અંદર મારી પરણેલી બે સુંદરીઓ છે તેને તેડાવીને પૂછે કે બધે તે વિસ્તારપૂર્વક મારે અધિકાર (હકીકત) આદિથી અંત સુધી કહી બતાવશે. જેથી પરીક્ષા થશે.
–૧૦ થી ૧૭ તેહને તેડાવા મોકલ્યા રે, રાયે નિજ પરધાન રે, ચ૦ તે જઈને તિહાં વિનવે હો લાલ; તવ મયણું મન હરખીયાં રે, પામી આદરમાન રે, ચ૦ સહિ કને તેડાવીયાં હો લાલ.
૧૮ બેસી રયણ સુખાસને રે, આવ્યા રાય હજૂર રે, ચ૦ ભૂપતિ મન હરખ્યો ઘણું હો લાલ; નયણે નાહ નિહાલતાં રે, પ્રગટયે પ્રેમ અંકૂર રે, ચ૦ સાચે જૂઠ નસાડીયું હો લાલ. - ૧૯ વિદ્યાધર પુત્રી કહે રે, સઘલો તસવિરતંત રે, ચતુર નર૦ વિદ્યાધર મુનિવર કહ્યા હે લાલ; પાપી શેઠે નાખીયો રે, સાયરમાં અમ કંત રે, ચતુર નર૦ વખતેં આજ અમે લા હે લાલ.
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org