SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. અર્થતે પછી ધવળશેઠના ત્રણ સુબુદ્ધિ મિત્ર કે જેમણે શેઠની વિચારણાથી વિપરીત વિચારણા દર્શાવી હતી તેમણે શેઠ પાસે આવી કહ્યું-“કેમ શેઠ! અમારા કહેવા પ્રમાણે પ્રત્યક્ષ વાત દીઠી કે નહીં ? ચૂથો મિત્ર અને સંગી થયે હતું તે તુરત જ મરી યમને મહેમાન થયે. તે માટે ફરીથી પણ કહિયે છિએ કે–પરાઈ લક્ષ્મી અને પરાઈ સ્ત્રીના ખ્યાલ છંદમાં હવે ફરી પડશે જ નહીં, વગેરે વગેરે હિતશિક્ષા દઈ તે ત્રણે મિત્રે ચાલતા થયા. શું લસણુને ભીમસેની કપૂરના પુટ દઈયે તેથી દુર્ગધતા માટે છે કે ? કદિ નહીં જેની જે પ્રકૃતિ પડી તે મૂવે જ જાય છે, શેઠે તે એ બનાવ બનવા પછીથી મલકાઈ હૈયાને ધૈર્યતા આપવા માંડી કે–“હે હૃદય ! હવે તું ખુશી થા, જરા પણ દુઃખ ધારણ કરીશ જ નહીં. જે જીવ બચે છું તે તો બધાંએ કામ પાર પાડીશ. તું જરા ખ્યાલ કર કે જે મારા ભાગ્ય બળ વડે ચડી આવેલ ભયંકર વિદ્મ રૂપ વાદળ પણ વિખેરાઈ ગયું છે, તે નકકી માનું છું કે એ બેઉ સુંદરીઓ મને જરૂર મળશે જ અને વિરહરૂપ અગ્નિની જવાળા શમશે.” આવી રીતે હૈયાને ધીરજ આપી દુષ્ટ ચિંતવન સહિત દતિ એકલી બને સતીઓ પ્રત્યે સંદેશો કહાવ્યો કે-“હું તમારા દાસ છું, માટે આપ મારા પર સ્નેહની નજર કરી એક મારી અરજ છે તે કબૂલ કરે.” વગેરે મતલબ સંદેશે કહાવ્યો. તે સાંભળી સતીઓએ દુતિને ગળી ઝાલી બૂરા હાલ સહિત બહાર કાઢી, તે પણ નિર્લજજ શેડ લાયે નહીં, પરંતુ ઉલટો તે તે શેતાન જે થયો. અને સ્ત્રીને વેશ ધારણ કરી પિતે જાતે જ યાહસ કરી સતી સ્ત્રીઓની પાસે ગયો. પણ દેવીએ આપેલ પુષ્પમાળાના પ્રભાવથી સતીઓ સામે દૃષ્ટિ કરવાને લીધે તે આંધળો જ બની ગયો. એથી ફાંફાં મારતા શેઠને-દાસીઓએ મશ્કરી વગેરે ઉપહાસ કરી બહાર કહાડી મૂક્યો. આમ થવાથી શેઠે સતીઓને સંતાપી પિતાને તાબે કરવા, તેમ જ દેવી વચન છેટું કરવા ખલાસી લેકોને કહ્યું કે-“આપણે ઉત્તર તરફના કિનારા તરફ ઉતરી શકીયે અથવા તો ઠાણ શહેરના બંદર તરફ ન જતાં બીજી જ બાજુએ જઈ શકીયે, એ દિશાએ વેગ સહિત વહાણ ચલાવો.” એમ ધારી ખલાસીઓને આ પ્રમાણે તાકીદ આપી; પણ દેવની વિપરીત ગતિથી સન્મુખ પવન થયો, જેથી વહાણ ધારેલે ઠેકાણે જવા શક્તિમાન થયા જ નહીં, એટલે શેઠ દિલગીરીમાં ગર્વ થયો; બીજા દેશ તરફ જવાને માટે ચાલે તેટલા કરે ઉપાયો અમલમાં લેવરાવ્યા; છતાં પણ વહાણો મહિનાની મુદત પૂરી થવા આવતાં તે પવને વહાણોને કોંકણ દેશના કિનારે જ લાવી મૂક્યાં, દેવી વચન સત્ય કરવાની આગાહી જણાઈ. કવિશ્રી વિનયવિજયજી કહે છે કે-“આ પ્રમાણે શ્રીપાલ રાસના ત્રીજા ખંડમાં ત્રીજી ઢાળ કહી તેથી સિદ્ધચકજીના ગુણાનુવાદ બોલવાથી વિશાલ સુખો પ્રાપ્ત કરાય છે, માટે સદા તેમનું જ ગુણગાન કરો” –૩૦ થી ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy