SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રીપાળ રાજાના રાસ. એ નવપદમય સિદ્ધચક્રજી પ્રત્યક્ષપણે સઘળાં સંકટો દૂર કરે છે, એથી એમના નામસ્મરણુ પ્રતાપે તુરત જ કુંવર એક મગરમત્સ્યની પીઠ ઉપર સ્થિરતાપણે સવાર થઈ બેઠો ને વહાણની પેઠે જ જળપથ પસાર કરી દરિયાને કાંઠે જઈ પહેાંચ્યા. તેમજ જળભયનિસ્તરણી ઔષધિના મહિમાડે તેમજ સિદ્ધચક્રજીના પ્રભાવ વડે દેવે સહાયકારી થતાં પાણીમાં ડુબવાના ને સંકટના ડર દૂર થઈ ગયા. વિનયવિજયજી કહે છે કે-ડે શ્રોતાગણા ! હું વિજ્રના ! શ્રીપાલ રાસના ત્રીજા ખંડની આ પહેલી ઢાલમાં જેમ શ્રીપાલ સમુદ્રને તરી પાર પામ્યા, તેમ તમે પણ સંસારરૂપી સમુદ્ર તરીને પાર પામે ’ —૧૨ થી ૧૮ ઢાહા-છંદ કાંકણુ કાંઠે ઉતર્યો, પહેાતા એક વન માંહિ; થાકયા નિદ્રા અનુસરે, ચંપક તવર છાંહિ. સદા લગે જે જાગતા, ધર્મ મિત્ર સમરથ; કુઅરની રક્ષા કરે, દૂર કરે અનરથ, દાવાનલ જલધર હવે, સર્પ હૂવે ફૂલમાલ; પુણ્યવત પ્રાણી લહે, પગપગ દ્ધિ રસાલ. કરે કષ્ટમાં પાડવા, દુર્જન કેાડિ ઉપાય; પુણ્યવતને તે સર્વે, સુખનાં કારણ થાય. થલ પ્રગટે જલનિધિ વિચ્ચે, નગર રાનમાં થાય; વિષ અમૃત થઈ પરગમે, પૂરવ પુણ્ય પસાય. Jain Education International ૧ For Private & Personal Use Only ર ૫ અઃ—કુંવર કાંકણ દેશના કાંઠે ઉતરી એક નજીકના વનની અદર જઈ પહોંચ્યા અને ચપાના ઝાડ નીચે જઇ થાકને લીધે નિદ્રા લેવા લાગ્યા. જેને હમેશાં જાગતા અને મહાન્ સમ ધમ મિત્ર છે તે કુંવરનું સંરક્ષણ કરી અનર્થોને દૂર કરે છે. કવિ કહે છે કે—“ જે પુણ્યવંત પ્રાણી છે તેને લાગેલ દાવાનલ પણ વર્ષાદ સરખા શીતળકારી થાય છે, સર્પ ફૂલની માળા બની રહે છે, અને ડગલે ડગલે રસાળ ઋદ્ધિ મેળવી તે મહાસુખ મેળવે છે. તેવા પુણ્યવતને કાઈ દુષ્ટજન કષ્ટમાં નાખવા કોડા ઉપાય કરે; તથાપિ તે સઘળાં કષ્ટકારી કારણેા તે નરને તેા ઉલટાં સુખનાં જ કારણ થઇ પડે છે. પૂર્વ પુણ્યની કૃપાથી સમુદ્રની વચ્ચે પણ સ્થળ પ્રકટ થઈ આવે છે, રણવગડા પણ શહેર રચનારૂપ દૃષ્ટિગોચર થાય છે, અને ઝેર તે પણ અમૃતરૂપ થાય છે. —૧ થી ૫ ૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy