SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજે. ૧૦૭ પડતાં સાયર માંહિ, કે નવપદ મન ઘરે રે, કે નવપદ સિદ્ધચક્ર પ્રત્યક્ષ, કે સવિ સંકટ હરે રે; કે સવિ. મગરમયની પૂંઠ, કે બેઠો થિર થઈ રે, કે બેઠે વહાણ તણી પર તેહ, કે પહોતો તટ જઈ રે. કે પહ૦ ૧૭ ઔષધિને મહિમા, કે જલભય નિસ્તરે રે, કે જલ સિદ્ધચક પરભા, કે સુર સાનિધ કરે રે; કે સુર૦ ત્રીજે ખંડે ઢાલ, એ પહેલી મન ધરે રે, કે એ પહેલી વિનય કહે ભવિલોક, કે ભવસાયર તરે રે. કે ભવ ૧૮ અર્થ-દુષ્ટ મિત્રની દુષ્ટ સલાહ મળવાથી ધવળ નામ છતાં કાળાં કૃત્ય કરનાર શેઠ કુંવરની પાસે જઈને બેસવા અને પુષ્કળ વિનય કરવા તથા હૃદયમાં કપટ છતાં મહાએથી મીઠું બોલવા લાગ્યું કે-“હે પ્રભુ ! તમે તો મારા પ્રાણને આધાર છે, મને મારાં પૂર્વ પુણ્યના ઉદયથી તમારી સેવા હાથ લાગી છે અને ડગલે ડગલે તમારા પ્રતાપ ને કૃપાથી અમારી આશાઓ ફળી છે. જ્યારે તમારા મુખરૂપી ચંદ્રમાં જોવામાં આવે છે ત્યારે અમે સર્વસુખ મળ્યા માનીએ છિએ; માટે અમે ઈચ્છીએ છીએ કે તમારી કેઈનબળી વાત અને દેખવી ન પડશે.” વગેરે વગેરે કપટભરી વાતો કરવા લાગ્ય; છતાં પણ નિર્દભી કુંવર તો તે બધું બોલવું સાચું કરીને જ માનતા હતા; કેમકે દુર્જનની ગતિ રીતિ સજજનના કળવામાં આવી શકતી જ નથી. ઉપર પ્રમાણે બેલી શેઠે કુંવરને કપટ યુક્ત પ્રેમથી લુબ્ધ કરી લીધો અને તે પછી વહાણની કિનારી ઉપર એક માંચડા દેરડાના આધાર વડે બાંધ્યો અને ત્યાં બેસીને એક વખત કુંવરને શેઠ કહેવા લાગ્યા–“સાહેબ ! એક અજબ આશ્ચર્ય દેખી મારું મન ઉત્સાહ ધરે છે, તે આશ્ચર્ય એ છે કે મગરમભ્ય તો એક છે પણ તેને આઠ મુખ છે જે જુદી જુદી જાતના દેખાય છે. એવાં રૂપ સ્વરૂપવંત તે થયાં પણ નથી ને થશે પણ નહીં; છતાં આવું અપૂર્વ કૌતુક કદિ ન જેએલું મારા જોવામાં આવ્યું છે, માટે જે જોવાની ઈચ્છા હોય તો જલદીથી અહીં આવે; પછી વળી અમારો જ વાંક કહાડશે કે એવું હતું ત્યારે મને કેમ કહ્યું નહીં ? એ વાતે ઉત્સાહપૂર્વક કહું છું.” આ પ્રમાણે શેઠનું કહેવું સાંભળી ભેળા દિલને કુંવર તે તરત ઉઠી ઊભા થઈ તે માંચડા ઉપર ચડી જોવા લાગ્યા કે તરત શેઠ ઝટપટ મનમાં કપટ ધારણ કરીને માંચડા પરથી ઉતરી ગયે અને ઘણું જ ચાલાકીથી બેઉ પાપી મિત્રોએ માંચડાની બાજુનાં દેરડાં કાપી નાંખ્યાં (કવિ કહે છે કે જે પાપીજનો છે તે આવાં નઠારાં-છ કામ કરતાં જરા પણ ડરતાં નથી.”). દેરડા કાપ્યાથી કુંવર દરિયામાં પડ્યો ને પડતાં જ નવપદજીનું ધ્યાન ધરવા લાગ્ય; કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy