________________
-
ખંડ ત્રીજો
મંગલાચરણ.
દોહરા-છંદ. સિદ્ધચક્રના ગુણ ઘણાં, કહેતાં નાવે પાર;
વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારોવાર. અર્થ:-શ્રી સિદ્ધચક્ર મહારાજના ઘણા ગુણો હોવાથી તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી, તો પણ ટુંકામાં એટલું જ કહીશ કે શ્રીસિદ્ધચકજી આરાધક જનોના સકલ વાંછિત પૂર્ણ કરે છે અને દુઃખ માત્રને હરે છે, માટે સકળ સિદ્ધિદાયક નવપદમય સિદ્ધચક્રજીને વારંવાર પ્રણામ કરું છું.
–૧ સભા કહે શ્રીપાલને, સમુદ્ર ઉતારો પાર; અમને ઉત્કંઠા ઘણી –સુવા મ કરો વાર.
૨ કહે કવિયણ આગલ કથા, મીઠી અભિય સમાન;
નિદ્રા વિકથા પરિહરી, સુણજે દેઈ કાન. અર્થ --કવિને સભાજને કહે છે કે—“શ્રીપાળ કુંવરને દરીયાની મુસાફરી પૂર્ણ કરાવી કાંઠે પાર ઉતારે, કેમકે અમને આગળ સાંભળવા ઉત્કડા ઘણી છે જેથી વાર ન કરો. કવિ કહે છે કે આગળ કથા મીઠી અમૃત સમાન આવે છે માટે હે શ્રોતાજનો ! નિદ્રા, વિકથા તજી તમો કાન દઈને બરોબર સાંબળજે.
–૨ થી ૩ ધવલશેઠ ઝરે ઘણું, દેખી કુંવરની ઋદ્ધ એકલડે આવ્યો હતો, હૈ દેવ શું કીધ! વહાણ અઢી માહરાં, લીધાં શીરમાં દેઈ જોઉં ઘર કિમ જાશે, ઋદ્ધિ એવડી લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org