________________
શ્રીપાળ રાજાનો રાસ. વેળાવા માટે સ્વજન-સજજનાદિ સર્વ બંદર લગી આવ્યાં. અને સમસ્ત કુટુંબ સાથે પુત્રી, તથા પુત્રી સાથે સર્વ કુટુંબીજન હૈડાંભર ભેટી (પરસ્પર એકબીજાનાં) માં જતાં ને રેતાં પિતાના પંથે પળ્યાં. તે પછી કુવર બને વહૂઓ સાથે વહાણની અંદર બેઠે તે જાણે કામદેવ સાથે રતિ ને પ્રીતિ (એ બેઉ સ્ત્રીઓ) બેસી આનંદ લેતી હોયની ! તે ખ્યાલ રજુ થયો હતો. વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના બીજા ખંડની અંદર આઠમી ઢાળ કહી તે એ બધ આપે છે કે શ્રી સિદ્ધચકજીની ભક્તિ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત સિદ્ધિ આપનાર છે; માટે હમેશાં તેમની ભક્તિ કર્યા જ કરે. – ૨૬ થી ૪૧
ચોપાઈ-છંદ ખંડ ખંડ મધુરો જિમ ખાંડ, શ્રી શ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિજય વાચકથી લો, બીજો ખંડ ઈમ વિનયે કહ્યું. ઈતિ શ્રી સન્મહાપાધ્યાય શ્રી કીતિ વિજય ગણિ શિષ્યોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ વિરચિતે શ્રી સિદ્ધચક મહિમાધિકારે શ્રી શ્રીપાળ ચરિત્ર પ્રાકૃત પ્રબંધે વિદેશગમને કન્યા દ્રય પાણિગ્રહણેત્યાદિ વર્ણન નામ દ્વિતીયઃ ખંડઃ
અર્થ –શેલડીના સાંઠામાં ખડ ખડ (કાતળી કાતળી)માં જેમ મીઠે રસ હોય છે તે આ રાસના ખંડ ખંડમાં મ રસ છે તે રસની લહેજત શેડો વખત જ આનંદ આપે છે, પરંતુ આ શ્રીપાલચરિત્રના ખંડમાં તે ખડ ખડ એક સરખે જ સ્વાદ આપનારો રસ અખંડ રહેલો છે. જેથી વિનયવિજયજી કહે છે કે મેં કતિવિજયજી ઉપાધ્યાયજીના મુખથી સાંભળે એ જ પ્રમાણે આ રાસને બીજો ખંડ-વિભાગ કથન કર્યો.
- તિય અંશ સમાપ્ત છે
છે દ્વિતીય: ખંડ: સમાપ્ત
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org