________________
ખંડ બી. કાઠે સયલ કુટુંબ, હૈડાં ભર ભેટી મલ્યાં; તસ મુખ વારોવાર, જોતાં ને રોતાં પાછાં વલ્યાંજી. ૩૯ કુંવર વહાણ માંહિ, બેઠાં સાથે દોય વહુજી; કામ અને રતિ પ્રીતિ, મલયાં એમ જાણે સહૂછ. ૪૦ બીજે ખંડે એહ, ઢાલ સુણીને ઈમ આઠમીજી;
વિનય કહે સિદ્ધચક્ર, ભક્તિ કરો સુરતરૂ સમી જી. ૪૧ અર્થ –એક દિવસ ધવલશેઠે આવીને કુંવરને આ પ્રમાણે વિનવ્યું કે-“આપનાં અને મારા વહાણની અંદરની તમામ વસ્તુ વેચી દઈ તેમાં નવી કરિયાણાની વસ્તુઓ ભરી લીધી છે, માટે હવે જેમ આપ અમને આ જગાએ કુશળક્ષેમેં લાવ્યા છે, તેમ જ પાછા અમારા દેશમાં પહોંચાડે એટલે સર્વ પ્રાણી સુખ પામે.” શેઠની આવી વિચારણા જાણું લઈ કુંવરે પિતાના સસરાની પાસે પોતાના ધારેલા દેશ તરફ પ્રયાણ કરવાનો ભાવ જણાવ્ય; એટલે રાજાના મનમાં ઘણું જ અસંતોષ પેદા થયે; છતાં પણ તેણે વિચાર્યું કે“માંગી આણેલાં ઘરેણાં ઉપર મમતા રાખવી તે શા કામની ? કેમકે પારકાં તે આખર પારકાં જ હોય છે. એ જ પ્રમાણે પરદેશીની પ્રીતિ પણ દુઃખદાયી જ હોય છે. ” એમ નિરધારી સાસુ સસરાએ બે હાથ જોડી ઘણા આદર સહિત ચોધાર આંસુ વરસાવતે કુંવર પ્રત્યે આ પ્રમાણે કહ્યું—“મહારાજજી! આ મદનમંજૂષા અમાશ ળામાં જ મહાન લાડ સાથે ઉછરી છે અને જન્મથી જ સુખમાં રહી અત્યાર લગી આનંદ કરેલ છે, તથા અમને અમારા પ્રાણ સમાન હાલી છે; તે પણ થાપણની પેઠે આપને હાથ સ્વાધીન કરી છે માટે કદાચ નવી નવી અનેક રાજકન્યાઓ પરણે, છતાં પણ એને છેહ દેશે નહીં.” આ પ્રમાણે કુંવરને વીનવી પછી પોતાની પુત્રીને શિખામણ આપવા માંડ્યાં કે“હે વત્સ ! આકરે સ્વભાવ ન રાખતાં પુષ્કળ ક્ષમાવંત સ્વભાવ રાખજે. હમેશાં જીવનપર્યત ભરતારને દેવ કરીને જ માની એમનું પૂજન–સેવન કરજે. સાસુ-સસરા જેઠની લાજ કે વિનય કરવામાં જરા પણ ચૂક આવવા દેશે નહીં. પ્રમાદને દૂર કરી દેજે. કુળમર્યાદા ચૂકશે નહી. કંતના પહેલાં જાગજો. પતિ જ્યાં લગી જાગતા હોય ત્યાં લગી ઉંઘી જશે નહીં. શક્યને સગી બહેન સરખી બહાલી ગઈ તેણીનું વચન ન ઉલ્લંઘશો. પતિ તેમ તમારા પિતાના ઘરમાંનાં સંબંધી વગેરે પરિવાર ઢોરઢાંખર પશુ સર્વને જમાડી પછી ભજન કરજે. જિનેશ્વરજીની પૂજા, ગુરૂજીની ભક્તિ કર્યા કરે. અને સદા પતિવ્રતા વ્રત પાળજે. વિશેષ શું કહિયે, પણ અમારું કુળ અનુવાલ એ જ શીખામણ છે.” ઈત્યાદિ શિક્ષાવચન કહી રાજાએ પુત્રીને રત્ન, દ્ધિ અને પરિવાર વગેરે જે જે ચીજની જરૂર જઈ તે તે ચીજ આપી વહાણને ભરપૂર કર્યા. તે પછી મદનમંજૂષા પુત્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org