SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ખ’ડ ીજો. ૯૫ હતા. કેડમાં રત્ન જડેલા કદોરા પહેર્યાં હતા ખાંડે માજીમધ, બેરખા પણ ધારણ કર્યો હતા. હાથની દશે આંગળીઓમાં સાનાની વીટી અને વેઢ શે।ભતા હતા. અને મ્હાંમાં સારાં રંગદાર પાન ખીડાં ઉપયોગમાં લીધાં હતાં. કે જેને જોઈ સ્ત્રી પુરૂષોનાં મન માહ પામતા હતા તે પછી હાથમાં શ્રીફળ અને નાગરવેલનાં પાન ધારણ કરી જ્યારે વરઘેાડામાં સચર્યા ત્યારે હારેગમે સુંદર સાધેલા વરરાજાની આગળ હતા; ઢોલ, નગારાં, શરણાઈ અને ભુંગળા વગેરે વાજાં વાગી રહ્યા હતા. રથમાં બેઠેલી સે...કડા સ્ત્રીએ!-જાનડીએ મંગળગીત ગાઈ રહી હતી. તથા તમામ સાનેરી સર જારાથી 'ચી જાતના શણગારેલા કાતલ ઘેાડાઓ હણહણાટ શબ્દ કરતા નાચી રહ્યા હતા અને સિંદૂરથી ચર્ચેલા હાથીએ મદોન્મત્ત થઈ મ્હાલતા દૃષ્ટિગેાચર થતા હતા. આવે વરઘોડાના ઝાડ હાવાથી ચહુટાની અંદર મળેલી મનુષ્ય મેદની નવા નવા મહાત્સવપૂર્વક વરરાજાને બેઈ આનંદ પામતી હતી. આ પ્રમાણે મોટા મ’ડાયુકત મેાહનવર લગ્નમાંપને વિષે જઈ પહેાંચ્યા. —૧ થી ૮ પાંખી આણ્યા માંહિ, સાસુએ ઉલટ ઘણેજી; આણી ચારી માંહિ, હર્ષ ધા કન્યા તણેજી. કર મેલાવો કીધ, વેદ પાઠ બાંમણુ ભણેજી; સોહવ ગાય ગીત, બિહુ પપ્પે આપ આપણેજી. કરી અગ્નિની સાખ, મગળ ચારે વરતીયાંજી; ફેરા ફરતાં તામ, દાન નરિદ્રે બહુ દિયાંજી. કેળવીયા કંસાર, સરસ સુગંધા મહમહે; કવલ વે મુખમાંહિ, માંહે। માંહે મન ગહગહેજી. મદનમાષા નારી, પ્રેમે પરણી ઇણિ પરેજી; બિહુ નારીશું. ભાગ, સુખ વિલસે સસરા ધરેજી. Jain Education International રે For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૨ અ:——તે પછી સાસૂએ જમાઈને ઘણા ઉલટ સાથે પાંખીને ચોરીની અંદર પધરાવ્યા. તેમજ પરણવામાં ઘણું! હ ધરાવનારી કન્યાને પણ ચોરીમાં પધરાવી. તે પછી હસ્તમેલાપ કર્યો, તે વખતે બ્રાહ્મણા વેદપાઠ ભણતા હતા, અને બેઉ પક્ષવાળી સુવાસણ સ્ત્રીએ પેાતપેાતાના તરફની વડાઈનાં ગીતે ગાતી હતી. તે પછી અગ્નિની સાક્ષીએ ચાર મંગળ વર્જ્યો. અને જ્યારે ફેરા ફર્યા ત્યારે રાજાએ કરમેાચન વખતે બહુ દાન આપ્યાં. તે પછી સુંદર સરસ સુગંધી વડે મઘમઘતા બનાવેલા કાંસારના કાળીયા, મનમાં મહાન આનંદથી મલકાતાં વરવહુએ એક બીજાના મ્હાંમાં આપ્યા. આ પ્રમાણે પ્રેમ સહિત, ૧૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy