SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ચારે ગતિમાં દુઃખ વળી હે રાજન! પાપ કર્મથી છ સાતે નારકીમાં નિરંતર સાગરોપમે સુધી શથી ભેદાય છે. તાપથી શેકાય અને રંધાય છે. પરમાધામીઓ શરીરના તલ જેવા ટુકડા કરે છે. જૂઠ બેલનારની જીભ ખેંચી નાખે છે. ચોરી કરનારને તીક્ષણ શસ્ત્રથી ભેદે છે. ગીધડાઓનાં ટેળાએ ચાંચથી કેચે છે. પરદાર ગમન કરનારને કાંટાળા શાલમલિ વૃક્ષ સાથે બાથ ભીડાવે છે. પરિગ્રહ આરંભના દોષથી જીવો પશુ-પક્ષીઓ વડે કરુણ રીતે ખવાય છે. વળી પરમાધામીએ પિતાના જ શરીરનું માંસ તેને ખવડાવે છે. મદિરા પાન કરનારને તપાવેલા સીસા અને તાંબાને રસ પિવડાવે છે. * તિર્યંચ ગતિમાં પણ વધ, છેદન, ભેદન, બંધન, ભૂખ, તરસ, તાપ, ઠંડી, વસાદ વગેરેનાં તીવ્ર દુઃખે અનેક વખત પરાધીનપણે આ જીવોએ ભેગવ્યાં છે. મનુષ્યપણુમાં પણ હે રાજન ! પરવશતા, દરિદ્રતા, નપુંસકપણું વગેરે અનેક દુઃખે છે ભગવે છે, તેની આગળ આ દુઃખ તે નામમાત્ર જ છે. રાજા કહે, “હે ભગવંત! તમે તે મનુષ્યપણું સફળ કર્યું છે. ખરેખર તેજ દુષ્ટ આત્મા શોચવા ગ્ય છે કે, જેણે આપને ઉપસર્ગ કર્યો છે. ભગવતે ફરમાવ્યું, હવે બીજાની ચિંતાથી સયું. આત્માની વિચારણા કરે. રાજાએ તે વાત સ્વીકારી અને વિજયધર્મ આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી ગુણચંદ્ર મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy