SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ રાજમાતા લીલાવતી પણ એ જ પુણ્ય પંથે ચાલી નીકળ્યાં. હવે વિજયકુમારનુ` એકહથ્થુ સામ્રાજ્ય હતું. કાકી નગરીમાં તેની ધાક હતી. પણ આટલું હેાવા છતાં પણ પાપી પુરૂષો સત્ર ભયથી જ ભરેલા હોય છે. વિજયકુમારના જીવનમાંથી ગભરાટ ગયા ન હતા. તેનું હૃદય હજી પણ કાંઈ શંકા-કુશકાઓથી ભરેલું હતું. વર્ષોંના વહાણાં વીતી ગયાં છે. જયકુમાર મુનિ અને તેમનું સાધુ-સાધ્વી વૃંદ એક દિવસ કાકી નગરીની બહાર ઉદ્યાનમાં પધાયું છે. આર્યાં લીલાવતી જે વૃદ્ધા સાધ્વી છે. તે પણ એ સાધ્વીસધમાં સયુક્ત છે મુનિ જયકુમારની ભાવના, તેમના નાનાભાઈને પ્રતિષેધ કરવાની છે. પરંતુ નાનાભાઈ વિજયની દુષ્ટ ભાવના હજી પણુ બદલાઈ નથી. તે વિચારે છે. અરે ! જયકુમાર હજી પણ જીવંત છે. અને હજી પણ રાજ્યની ખેવના રાખે છે ! જો એમ ન હાત તા તેમનું કાકઢીમાં આવવાનું કાંઈ પ્રયેાજન ખરૂ ? વાપી સર્વત્ર ગ્રંન્તે । વિજયકુમારનું પાપી-હૃદય પાકારી ઊઠયું. બસ, તે જીવે છે માટે જ તે મારે માથે ભય છે. મેં એને જીવતા રાખ્યા એજ ભૂલ કરી. આ આવેલા અવસર મારે ચૂકવા ન જોઈએ. • બહારથી મૈત્રી, ભક્તિ બતાવતા વિજયકુમાર અ‘તરથી શત્રુભાવને છેડતા નથી. અને એવી તક શેાધે છે કે મુનિ જયકુમારને કયારે ખતમ કરૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy