________________
એટલે બે પહોર સ્વાધ્યાય કરે પણ પ્રમાદ ન કરે. આવી રીતે વર્તનાર સાધુ ભવ-અટવીનું જલદી ઉલંઘન કરે છે. અને એકાંત પીડા વગરનું મોક્ષનગર પ્રાપ્ત કરે છે.
આ દષ્ટાંત અને ઉપનય સાંભળી જયકુમારે સમ્યકત્વ અને અનુવતે ગ્રહણ કરી નગરમાં પ્રવેશ કર્યો. અને હંમેશા સનકુમાર આચાર્યની શુશ્રુષા કરવા લાગ્યા. માસ-કલ્પ પૂરો થતાં આચાર્ય ભગવંતે વિહાર કર્યો.
આચાર્ય સનકુમારના સમાગમ પછી જયકુમારનું જીવન અનાસક્ત બની ગયું હતું. એકવાર તે સધ્યા સમયે ગવાક્ષમાં બેઠાં બેઠાં નગર–ચર્યા જઈ રહ્યા હતા. એટલામાં અંગરક્ષકે આવીને સમાચાર આપ્યા કે–દેવ! રાજમાતા લીલાવતી અસ્વસ્થ છે. અને તે રૂદન કરી રહ્યાં છે. માતૃભક્ત જયકુમારે કહ્યું–તેમને કહે. હું હમણું જ આવું છું.
રાજમાતા લીલાવતીએ બીજા એક સંતાનને જન્મ આપ્યું હતું અને તેનું નામ “વિજય રાખવામાં આવ્યું હતું પૂર્વ ભવને ધનથીને આત્મા જ વિજય રૂપે અવતર્યો હતે. બાલ્યવયથી જ વિજય મેટાભાઈ જયકુમાર ઉપર વેરભાવ રાખત. લેહીના સંબંધે ભાઈ, છતાં તેના જન્મજાત સંસ્કાર શત્રુતાના હતા. અને આ વિષવેલ જેમ મોટી થતી ગઈ તેમ તેના કટુપરિણામના અણસાર પણ આવવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org