________________
S4
પપ્રભપ્રભુનું વર્ણન
षड्वासराधिका मासा नव गर्भस्थितिः प्रभोः । कन्याराशिश्च विज्ञेयो लांछनं च सरोरुहं ॥ ४२७ ॥ त्रिंशत्पूर्वलक्षहीनै-नवत्याभूत्सहस्रकैः । पद्मप्रभोऽब्धिकोटीना-मर्हत्सुमतिनिर्वृतः ॥ ४२८ ॥ सहस्रा अब्धिकोटीनां दश तुर्यारकस्य च। प्रभुजन्मन्यशिष्यंत सत्रिंशत्पूर्वलक्षकाः ॥ ४२९ ॥ पद्मवनिर्मलो यस्मा-न्मातुर्ग स्थिते प्रभौ । पद्मप्रभांकशय्यायां दोहदात्तादृशाह्वयः ॥ ४३० ॥ धनुःशतद्वयं सार्द्ध स्वामिनो वपुरुच्छ्रयः । सार्द्धानि पूर्वलक्षाणि सप्त ज्ञेया कुमारता ॥ ४३१ ।। राज्यैश्वर्यं पूर्वलक्षा-ण्यद्ध्यर्द्धान्येकविंशतिं । सातिरेकाणि पूर्वांगैः पूर्णैः षोडशभिर्दधौ ॥ ४३२ ॥ पूर्वलक्षं च पूर्वांग-रूनं षोडशभिव्रतं । त्रिंशत्पूर्वलक्षजीवी मासांश्च षडकेवली ॥ ४३३ ॥ शिबिका निर्वृतिकरा प्रथमां पारणां ददौ । ब्रह्मस्थले सोमदेव-श्छत्रौघो ज्ञानपादपः ॥ ४३४ ॥
| નવ મહિના અને છ દિવસની ગર્ભસ્થિતિ, કન્યારાશિ અને કમળનું લાંછન હતું. ૪૨૭.
સુમતિનાથ ભગવાનનાં નિવણ પામ્યા પછી, ત્રીશ લાખ પૂર્વ ન્યૂન, નેવું હજાર કોડ સાગરોપમબાદ પદ્મપ્રભુનો જન્મ થયો. ૪૨૮.
તે વખતે ચોથો આરો, દશ હજાર ક્રોડ સાગરોપમ ઉપર ત્રીસ લાખ પૂર્વ બાકી હતો. ૪૨૯.
પવની જેવા નિર્મળ હોવાથી તેમજ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મની શય્યામાં સુવાનો દોહદ થયો હતો તેથી એ પ્રભુનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું. ૪૩૦.
તેમનું શરીર અઢી સો ધનુષ્ય ઉંચું હતું. સાડાસાત લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને સોળ પૂવગયુક્ત ૨૫ લાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. ૪૩૧-૪૩૨.
સોળ પૂવગ ન્યૂન, એક લાખ પૂર્વનો ચારિત્રપયય થયો, સર્વમળીને ત્રીશ વાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને છ માસ છવસ્થપણે રહ્યા હતા. ૪૩૩.
દીક્ષા અવસરે નિવૃતિકરા નામની શિબિકા હતી અને પ્રથમ પારણું બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવને ત્યાં કર્યું અને જ્ઞાનવૃક્ષ છત્રૌઘ નામનું હતું. ૪૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org