________________
८२
કાલલોક-સર્ગ ૩૨ साक्षी न कोऽपि तत्रासीत् पुत्रोऽपि न विवेद सः । विमातरं मातरं वा ताभ्यां साम्येन लालितः ॥ ४०२ ॥ कुंठेषु निर्णये तस्मि-नरेंद्रसचिवादिषु । अवादीन्मंगला राज्ञी तदात्वोत्पन्नया धिया ॥ ४०३ ॥ गृहसर्वस्ववत्पुत्रो-ऽप्येष द्वेधा विभज्यतां । अनुमेने विमाता तन्माता प्रोचे च साश्रुदृक् ॥ ४०४ ॥ अस्या एवास्तु पुत्रोऽयं गृहद्रव्यादिभिः सह । अस्मिंश्चिरायुषि प्राप्तं सर्वस्वमखिलं मया ॥ ४०५ ॥ अदापयत्ततस्तस्यै सुतं निश्चित्य मंगला । गर्भस्थस्य प्रभोरेव मनुभावादभून्मतिः ॥ ४०६ ॥ स्वयं च शोभनमति-स्तस्मात्सुमतिसंज्ञकः । कौमारं बिभरामास पूर्वलक्षाण्यसौ दश ॥ ४०७ ॥ एकोनत्रिंशतं स्वामी पूर्वलक्षाण्यपालयत् ।। सातिरेकाणि पूर्वांगै राज्यं द्वादशभिर्भुवि ॥ ४०८ ॥ व्रतं द्वादशपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । चत्वारिंशत्पूर्वलक्षा-ण्यायुश्छाम्येऽब्दविंशतिः ॥ ४०९ ॥
તેમાં સાક્ષી કોઈ નહોતું અને પુત્ર પોતાની સાચી માતાને કે અપરમાતાને ઓળખતો નહોતો, કેમકે તે બંને શોક્યોએ સરખી રીતે તેને ઉછેર્યો હતો. ૪૦૨.
રાજા અને મંત્રી વિગેરે તેનો નિર્ણય ન કરી શક્યા, ત્યારે મંગળા રાણી તે વખતે બુદ્ધિ ઉત્પન્ન થવાથી બોલ્યા કે ગૃહસર્વસ્વની જેમ આ પુત્ર પણ બે ભાગ કરીને વહેંચી આપો.” એટલે તે વાત વિમાતાએ સ્વીકારી. ખરી માતા આંખમાં આંસુ લાવીને બોલી કે અમારા ઘરના દ્રવ્યાદિ સાથે આ પુત્ર પણ ભલે એનો થાઓ. પુત્ર ચિરાયુ થશે, એટલે હું બધું પામી, એમ માનીશ.’ ૪૦૩-૪૦૫.
આ પ્રમાણે તેના કહેવાથી રાણીએ નિશ્ચય કરીને એ પુત્ર તેને જ સ્વૈપાવ્યો. ગર્ભમાં રહેલા પુત્રના પ્રભાવથી જ તેમને આવી મતિ ઉત્પન્ન થઈ. ૪૦૬.
આ કારણથી અને તે પ્રભુ પોતે શોભનમતિવાળા હોવાથી તેમનું નામ સુમિતનાથ પાડવામાં આવ્યું. દશ લાખ પૂર્વ તેમણે કૌમારાવસ્થામાં વ્યતીત કર્યા. ૪૦૭.
બાર પૂર્વીગયુક્ત ૨૯ લાખ પૂર્વ સુધી પૃથ્વી પર રાજ્યનું પાલન કર્યું. ૪૦૮. દિક્ષા પર્યાય બાર પૂવગ ન્યૂન એક લાખ પૂર્વનો થયો. એ પ્રમાણે સર્વ ૪૦ લાખ પૂર્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org