________________
૪૬
उक्तं च- विसमुत्तराए पढमा एवमसंखा विसमुत्तरा नेया । सव्वत्थवि अंतिल्लं अन्नाए आइमं ठाणं ॥ ३०४ ॥ अउणत्तीसं वारा ठावेउं नत्थि पढमि उक्खेवो । सेसे अडवीसाए सव्वत्थ दुगाइओ रवे || ३०५ ॥ सिवगइपढमादीए बीयाए तह य होइ सव्वट्ठे । રૂપાંતરિયાપુ શિવસિવ્વાળાનું || ૩૦૬ ॥ एवमसंखिज्जाओ चित्तंतरगंडिया मुणेयव्वा । जाय जिअसत्तुराया अजिअजिणपिआ समुप्पन्नो ॥ ३०७ ॥ एवं- सर्वार्थसिद्धनिर्वाणे विहायान्यगतिष्विति ।
ययौ न पट्टभृत्कोऽपि वंशे श्रीवृषभप्रभोः ।। ३०८ ॥ सर्वार्थसिद्धशब्दोऽत्र रूढोऽनुत्तरपंचके ।
अवकाशो भवत्यत्रै - तावतामन्यथा कथं ॥ ३०९ ॥
सर्वार्थशब्देन पंचानुत्तरर्विमानानि लभ्यंत इति सिद्धदंडिकास्तोत्रावचूर्णी. अनुलोमा १ विलोमा २ च समसंख्या ३ ततः परा । एकद्वित्र्युत्तरा ६ एका-दिकाः स्युर्विषमोत्तराः ॥ ३१० ॥
उक्तं चÍ T
કાલલોક-સર્ગ ૩૨
કહ્યું છે કે - 'વિષમોત્તરમાં પહેલીની જેમ અસંખ્ય વિષમોત્તરદંડિકા જાણવી. તે બધીમાં પહેલીનું છેલ્લું સ્થાન તે બીજીનું આદિસ્થાન જાણવું. ૩૦૪.
તે ઓગણત્રીશ વાર સ્થાપવું ને તેમાં પહેલાં સ્થાનમાં પ્રક્ષેપ ન સમજવો. બાકીના અઠ્ઠાવીશ સ્થાનમાં પ્રથમ કહ્યા પ્રમાણે બે, પાંચ વિગેરે અંકનો પ્રક્ષેપ કરવો. ૩૦૫.
તેમાં પ્રથમ ઇંડિકામાં પહેલું સ્થાન મુક્તિ અને પછી સર્વાર્થે, અને બીજી દંડિકામાં પહેલું સ્થાન સર્થિ ને બીજું મુક્તિએ- આ પ્રમાણે એકાંતરે સર્વ સ્થાન સમજવા. ૩૦૬.
આ પ્રમાણે અસંખ્યાતી વિચિત્રદંડિકા યાવત્ અજિતનાથના પિતા જિતશત્રુ રાજા થયા ત્યાં સુધી સમજવી. ૩૦૭.
આ પ્રમાણે ઋષભદેવના વંશમાં કોઇ પણ પટ્ટધર રાજા સર્વાર્થસિદ્ધ કે સિદ્ધસ્થાન સિવાય બીજે ગયેલ નથી. ૩૦૮.
સર્વાર્થસિદ્ધ શબ્દ અહીં પાંચે અનુત્તર વિમાનવાચક સમજવો; નહીં તો એકલા સર્વાર્થસિદ્ધમાં તો સંખ્યાતા દેવો હોવાથી તેનો સમાવેશ જ થઈ શકે નહીં. ૩૦૯.
કહ્યું છે કે-“સર્વાર્થ શબ્દથી પાંચે અનુત્તર વિમાન સમજવા.' ઇતિ સિદ્ધદંડિકાસ્તોત્રાવચૂર્ણો.
એ પ્રમાણે અનુલોમ ૧, પ્રતિલોમ ૨, સમસંખ્યા ૩, એકદ્વિત્રિઉત્તરા એકાદિકા ૪-૫-૬ અને વિષમોત્તરા ૭-આ પ્રમાણે સાત સિદ્ધદંડિકા પૂર્વે સગર નામના ચક્રીના સચિવાગ્રણી સુબુદ્ધિ પ્રધાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org