SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - સિદ્ધદંડિકાનો ઉપસંહાર एताश्च सप्तधा सिद्ध-दंडिकाः पूर्वमुक्तवान् । चक्रिणः सगराख्यस्य सुबुद्धिः सचिवाग्रणीः ॥ ३११ ॥ अष्टापदाद्रियात्रार्थं गतैः सगरनंदनैः । गतिं वृषभवंश्यानां पृष्ट ऐतिह्यकोविदः ॥ ३१२ ।। एवं च- स नवाशीतिपक्षेषु पंचाशल्लक्षकोटिषु । द्वासप्ततिपूर्वलक्ष-न्यूनेषु जलधिष्विह ।। ३१३ ॥ अतिक्रांतेषु वृषभ-प्रभोर्निर्वाणकालतः । ગાયત નિનઃ શ્રીમ-નિત નિતભS: રૂ૭૪ || अजायंतारके तुर्ये निवृते त्वजितप्रभौ । परिपूर्णाः पयोधीनां पंचाशल्लक्षकोटयः ॥ ३१५ ॥ जंबूद्वीपे पुरात्रैव प्राग्विदेहविभूषणे । वत्साख्ये विजये शीता-नद्या याम्यतटस्थिते ॥ ३१६ ॥ सुसीमायामभूत्पूर्यां राजा विमलवाहनः । प्रवव्रजारिदमन-गुरोः पार्श्वे स शुद्धधीः ॥ ३१७ ॥ मृत्वोत्पन्नश्च विजय-विमानेऽमृतभुक्तया । त्रयस्त्रिंशत्सागरायु-भुक्त्वाभूदजितो जिनः ॥ ३१८ ॥ અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે ગયેલા સગર ચક્રના પુત્રોએ ઋષભદેવના વંશમાં થયેલાની ગતિ પૂછી, ત્યારે પૂર્વસ્થિતિ જાણવામાં પ્રવીણ એવા તેણે કહેલી તે અહીં દાખલ કરી છે. ૩૧-૩૧૨. ઈતિ સિદ્ધદડિકા. ઋષભપ્રભુના નિવણિકાળથી બોંતેર લાખ પૂર્વ ન્યૂન અને ૮૯ પક્ષે અધિક પચાસ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયા બાદ પાપને જિતનાર એવા શ્રી અજિતનાથ પ્રભુ થયા. ૩૧૩-૩૧૪. અજિતપ્રભુ નિવણિ પામ્યા ત્યારે ચોથા આરાના પરિપૂર્ણ પચાસ લાખ ક્રોડ સાગરોપમ થયા. (કારણ કે અજિતનાથ પ્રભુનું આયુષ્ય બોંતેર લાખ પૂર્વનું હતું.) ૩૧૫, શ્રી અજિતનાથ પ્રભુનું વૃત્તાંત-પૂર્વે આ જ જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહના ભૂષણરૂપ અને શીતા નદીના દક્ષિણ કિનારે રહેલા વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી છે. તેમાં પવિત્ર બુદ્ધિવાળા, વિમળવાહન નામે રાજા થયા. તેમણે અરિદમન ગુરુની પાસે દીક્ષા લીધી. ૩૧૬-૩૧૭. તે મરણ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને, કોશલ દેશમાં અયોધ્યા નગરીમાં જિતુશત્રુ રાજાની રાણી વિજ્યા માતાના પુત્ર, વૃષરાશિ અને હસ્તિના લાંછનવાળા અજિતનાથ થયા. ૩૧૮-૩૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy