________________
અષ્ટાપદ ઉપર ચૈત્ય રચના
૩૭
अथ वार्द्धकिरत्नेन भरतस्तत्र पर्वते । अचीकरजिनगृहं गव्यूतत्रितयोच्छ्रितं ॥ २३७ ॥ योजनायामं तदर्द्ध-विष्कंभं तच्चतुर्मुखं । चतुर्विंशत्यहंदर्चा मानवर्णान्विता दधौ ॥ २३८ ॥ तस्मिन् सिंहनिषद्याख्ये प्रासादे भरतेश्वरः । अकारयज्जिनार्चानां प्रतिष्ठां मुनिपुंगवैः ॥ २३९ ॥ भ्रातृणां नवनवतेः प्रतिमामात्मनोऽपि च । तथा स्तूपशतं तत्र चितास्थानेष्वरीरचत् ॥ २४० ॥ नवनवतितृणा-मेकं स्तूपं जगद्गुरोः । मा कार्षीत्कश्चिदाक्राम-नेतदाशातनामिति ॥ २४१ ॥ संतक्ष्य दंडरलेन परितोऽष्टापदं गिरिं । अष्टौ योजनमानास्त-न्मेखलाः स व्यरीरचत् ।। २४२ ॥ चक्रे लोहमयान् यंत्र-पुरुषान् द्वारपालकान् । ततः क्रमेण सगरात्मजैर्वंश्यानुरागतः ॥ २४३ ॥ कृतात्र दंडरलेन परिखा दिव्यशक्तिना । भगीरथेन सा गंगा-जलौघैः पूरिता ततः ॥ २४४ ॥
અગ્નિ, અગ્નિહોત્રીઓને કષ્ટ અને પાપનો હરનાર થયો. ૨૩૬.
હવે વાઈકીરત્ન પાસે ચક્રીએ, તે પર્વત ઉપર એક મહાન જિનગૃહ કરાવ્યું. તે ત્રણ ગાઉ ઉંચું, એક યોજન લાંબું, અર્ધ યોજન પહોળું, ચાર દ્વારવાળું અને ચોવીશે તીર્થંકરના દેહમાન તથા વર્ણવાળી ચોવીશ પ્રતિમાવડે અલંકૃત કર્યું. ૨૩૭-૨૩૮.
તે સિંહનિષદ્યા નામના પ્રાસાદમાં ભરતચકીએ શ્રેષ્ઠમુનિઓ પાસે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ૨૩૯.
નવાણુ ભાઈઓની તેમજ પોતાની પ્રતિમા કરાવી અને ચિતાને સ્થાને સો સૂપ બનાવ્યા.૨૪૦.
તેમાં ૯૯ સ્તૂપ ૯૯ ભાઈઓના અને એક પ્રભુનો-એમ ૧00:તૂપ. આ સ્થાનો ઉપર ચાલીને કોઈ આશાતના ન કરે એમ વિચારી ચિતાસ્થાને જ કર્યા. ૨૪૧.
પછી દંડરનવડે ખોદાવીને અષ્ટાપદ પર્વત ફરતી યોજનયોજન પ્રમાણ આઠ મેખળાઓ કરી. ૨૪૨.
અને દ્વારપાળ તરીકે લોહમય યંત્રપુરૂષો કર્યા. અનુક્રમે સગરચક્રીના પુત્રોએ. પોતાના વંશજના અનુરાગથી દંડર–વડે દિવ્યશક્તિથી પર્વત ફરતી ખાઈ કરી અને ભગીરથે તે ખાઈ ગંગાના જળવડે પૂરી. ૨૪૩-૨૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org