________________
૨૮
કાલલોક-સર્ગ ૩૨ एतस्यामवसर्पिण्यां सिद्धोऽयं प्रथमोऽभवत् । अंतर्मुहूर्त्तमात्रेण प्रभोः केवललाभतः ॥ १७७ ॥ मरुदेवाशरीरं च देवैः सत्कृत्य संस्कृतं ।
પ્રવર્તત તતો નોદે શવસતિસંક્રિયા: || 9૭૮ || एवं च- आदितस्तद्भवेऽष्टानां निर्वृता मातरोऽर्हतां ।
अष्टाष्टौ स्वर्गताः शेषा-स्तृतीयतुर्ययोः क्रमात् ।। १७९ ॥ नाभिर्नागकुमारेऽगा-सप्ताष्टाष्टौ ततः क्रमात् ।
द्वितीयादिषु नाकेषु त्रिष्वगुः पितरोऽर्हतां ॥ १८० ॥ इति प्रवचनसारोद्धाराद्यभिप्रायः, जितशत्रुसुमित्रविजयौ दीक्षितौ सिद्धौ इति तूत्तराध्ययनदीपिकायां. 'जितशत्रुर्ययौ मुक्ति सुमित्रस्त्रिदिवं गतः' इति योगशास्त्रवृत्तौ, 'तृप्तो न पुत्रैः सगर' इति श्लोकवृत्तौ, श्रीवीरमातापित्रोस्तु श्रीआचारांगे द्वादशदेवलोकेऽपि गतिरुक्तेति ज्ञेयं.
शतानि पंच पुत्राणां सप्त नप्तृ शतानि च । . भरतस्याद्यसमव-सरणे प्राव्रजन् प्रभोः ।। १८१ ॥
હતા, ત્યાં જ માતા શિવપદને પામ્યા-મોક્ષે ગયા. ૧૭૬
આ અવસર્પિણીમાં એ પ્રથમ સિદ્ધ થયા, કારણ કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અંતર્મુહૂર્ત તેઓ સિદ્ધ થયા. ૧૭૭.
મરુદેવા માતાના શરીરનો દેવોએ સત્કાર કરવાપૂર્વક સંસ્કાર કર્યો, ત્યારથી લોકોમાં શબનો સત્કાર અને સંસ્કાર શરૂ થયો. ૧૭૮.
પ્રથમથી માંડીને આઠ પ્રભુની માતા તે જ ભવે મોક્ષે ગયા અને બીજા ને ત્રીજા આઠ આઠ પ્રભુની માતાઓ અનુક્રમે ત્રીજા ને ચોથા દેવલોકમાં ગયા. ૧૭૯.
નાભિરાજા નાગકુમારમાં દેવ થયા અને બાકીના સાત, આઠ અને આઠ પ્રભુના પિતા અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા દેવલોકમાં ગયા. ૧૮૦.
આ પ્રમાણે શ્રીપ્રવચનસારોદ્ધારનો અભિપ્રાય છે, પરંતુ શ્રીઉત્તરાધ્યયનસૂત્રની દીપિકામાં તો અજિતનાથના પિતા જિતશત્રુ અને તેમના ભાઈ સુમિત્રવિજય બંને દીક્ષા લઈને સિદ્ધિપદને પામ્યા, એમ કહ્યું છે. શ્રીયોગશાસ્ત્રનીવૃત્તિમાં વૃક્ષો ન પુસૈઃ સગર” એ શ્લોકની ટીકામાં ‘જિતશત્રુરાજા મોક્ષે ગયા અને સુમિત્ર સ્વર્ગે ગયા એમ કહ્યું છે. શ્રીવીરપ્રભુના માતાપિતાની ગતિ શ્રીઆચારાંગસૂત્રમાં બારમા દેવલોકની કહી છે. ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org