________________
ઇન્દ્રનાં રૂપનું દર્શન
अष्टापदाद्रौ समय-सृते च श्रीजिनेऽन्यदा । भरतो ढौकयद्भोज्य- मनसां पंचभिः शतैः ॥ १८२ ॥ राजपिंडोऽभ्याहृतश्च न यतिग्रहणोचितः ।
इत्युक्ते स्वामिना खिन्नो भरतोऽथ हरिस्तदा ।। १८३ ॥ पप्रच्छावग्रहं प्रोचे भगवांस्तं च पंचधा ।
इंद्रस्य चक्रिणो राज्ञो गृहेशस्य सधर्मणः ।। १८४ ॥ बाध्यते पूर्वपूर्वोऽय-मायाग्येण यथोत्तरं । यथेंद्रावग्रहश्चक्र्य-वग्रहेणेह बाध्यते ॥ १८५ ॥ अथ शक्रो विहरतां श्रमणानामवग्रहं ।
अनुजज्ञे ततस्तुष्ट भरतोऽपि तथाकरोत् ।। १८६ ॥ पप्रच्छ भरतोऽथेंद्रं रूपं कीदृगकृत्रिमं । भवतां वर्णिकायै चां-गुलीमेषोऽप्यदीदृशत् ॥ १८७ ॥ अष्टाहिकोत्सवं चक्रे मुदितो भरतस्ततः ।
ध्वजोत्सवः प्रववृते स एवेंद्रमहोत्सवः ॥ १८८ ॥
હવે ૠષભપ્રભુના પ્રથમ સમવસરણમાં ભરતના પાંચ સો પુત્રોએ અને સાત સો, પૌત્રોએ પ્રભુપાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૮૧.
Jain Education International
૨૯
અન્યદા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર સમવસર્યા, તે વખતે ભરતે મુનિદાન માટે પાંચસો ગાડાં ભરીને પક્વાન્ન પ્રભુ પાસે લાવીને વિનંતી કરી. ૧૮૨.
ત્યારે પ્રભુએ રાજપિંડ અને અભ્યાત (સામો આવેલો) પિંડ મુનિને ગ્રહણ કરવા યોગ્ય નથી એમ કહ્યું, તેથી ભરતરાજા બહુ ખેદ પામ્યા. તે વખતે ઇંદ્રે પ્રભુને અવગ્રહસંબંધી પૃચ્છા કરી. ભગવંતે કહ્યું કે - ઈંદ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરના સ્વામીનો અને સ્વધર્મી (સાધુ) નો એમ પાંચ પ્રકારનો અવગ્રહ કહ્યો છે. ૧૮૩-૧૮૪.
તેમાં આગળ આગળના અવગ્રહથી પૂર્વ પૂર્વનો અવગ્રહ અનુક્રમે બાધા પામે છે. જેમ ઇંદ્રનો અવગ્રહ, ચક્રીના અવગ્રહથી બાધા પામે છે.. (અર્થાત્ ઈંદ્રનો અવગ્રહ હોવા છતાં પણ ચક્રીનો અવગ્રહ ન હોય તો તે કામ ન આવે. ૧૮૫.
આ પ્રમાણે સાંભળીને ઈંદ્રે વિચરતા એવા મુનિઓને પોતાના અવગ્રહમાં વિચરવાની આજ્ઞા આપી, ત્યારે સંતુષ્ટ થઈને ભરતે પણ તે રીતે કર્યું. ૧૮૬.
હવે ભરત ઇંદ્રને પૂછે છે કે- ‘તમારૂં સ્વાભાવિક રૂપ કેવું હોય છે ?” તે વખતે નમુના તરીકે ઇંદ્રે
For Private & Personal Use Only
www.jainelibrary.org