________________
૨૬
अत्र चावश्यकचूर्णावेक इक्षुरसघट उक्तः,
पद्मानंदकाव्यहैमऋषभचरित्रयोस्तु ('भक्तामरवृत्तावपि ) ते बहव उक्ताः संतीति ज्ञेयं. पाणिभ्यां च गृहीत्वा तं प्रभुः पाणिपतद्ग्रहः ।
वार्षिकीं पारणां चक्रे बिंदुमप्यकिरन् भुवि ।। १७० ।। यतः- माइज्ज घडसहस्सा अहवा माइज सागरा सव्वे । जस्सेआरिसलद्धी सो पाणिपडिग्गही होइ ।। १७१ ।। पंचदिव्यान्यजायंत प्रससार यशो भुवि ।
श्रेयांसोपक्रमं पात्र - दानं प्रावर्त्तत क्षितौ ॥ १७२ ॥ तथोक्तमावश्यकनिर्युक्तौ
संवच्छरेण लद्धा भिक्खा उसण लोगनाहेण ।
सेसेहिं बीअदिवसे लद्धा पढमभिक्खाउ || १७२ A ॥ अत्र यद्यपि - राधशुक्ल तृतीयायां दानमासीद्यदक्षयं । पर्वाक्षयतृतीयेति तदद्यापि प्रवर्त्तते ।। १७२ B |
કાલલોક-સર્ગ ૩૨
અહીં આવશ્યકચૂર્ણિમાં ઈક્ષુરસનો એક ઘડો કહ્યો છે, પરંતુ પદ્માનંદ કાવ્યમાં અને હેમચંદ્રાચાર્યકૃત ઋષભચરિત્રમાં (તથા રૈભક્તામરની ટીકામાં પણ) ઘણા ઘડા કહ્યા છે એમ જાણવું.
પ્રભુ હસ્તરુપપાત્રવાળા હોવાથી તે રસ હાથમાં જ લીધો અને વર્ષીતપનું પારણુ કર્યું. તે રસમાંથી એક બિંદુ પણ જમીનપર પડ્યું નહીં. ૧૭૦.
કહ્યું છે કે - હજારો ઘડા સમાઈ જાય અથવા સર્વ સમુદ્ર પણ જેના હાથમાં સમાઈ જાય એવી જેને લબ્ધિ હોય તે જ પાણિપાત્ર (હસ્તપાત્ર) થાય. ૧૭૧.
તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા અને શ્રેયાંસનો યશ પૃથ્વીપર વિસ્તાર પામ્યો. આ પૃથ્વીપર શ્રેયાંસથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ થઈ. ૧૭૨.
શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- “શ્રી ઋષભલોકનાથે એક વર્ષે ભિક્ષા મેળવી. બીજા ત્રેવીશ પ્રભુએ દીક્ષાને બીજે દિવસે જ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી.” ૧૭૨A
અહીં “વૈશાખ શુદ તૃતીયાને દિવસે અક્ષય દાન અપાણું તેથી તે દિવસ અક્ષય તૃતીયા નામના ૧. અત્રાન્તરે ચ ચિનવ્યેષુèન સંમૃતાન્ હુમ્માન્ । યુવાનપુોડઢીવ-વિષુવા ઢિમોર્યપાઃ ॥૧૮॥ (વિશોવૃત્તી) || ૨. આ અવસરે યુવરાજની પાસે કોઇક પુરુષે તાજા ઈક્ષુરસના ભરેલા ઘડાઓ લાવીને મૂક્યાં, કેમકે પ્રભુનાં વંશજો ઈશુના રસિક છે. ૧૮. (૨૧ મા શ્લોકની ટીકા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org