SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા પછીનું વર્ષ પ अजल्पति प्रभौ नित्यं क्षुट्यथामसहिष्णवः । गंतुं गृहेऽनुचितमि-त्यभूवंस्तापसा वने ॥ १६३ ॥ अगृह्णन्नबुधैर्लोकै-र्दीयमानं धनादिकं । हस्तिनागपुरं प्रापा-ब्देन क्ष्मां विहरन् विभुः ।। १६४ ॥ स्वामी किंचित्र लातीति श्रुत्वा जनमहारवं ।। दृष्ट्वा च प्रभुनेपथ्यं श्रेयांसाख्यो नृपात्मजः ॥ १६५ ।। जातजातिस्मृतिश्चित्ते चिंतयामासिवानिति ।। अहो प्रभुर्यतीभूतः किं कुर्वीत धनादिभिः ॥ १६६ ॥ भवादहं तृतीयेऽस्मा-स्वामिनश्चक्रवर्तिनः । सारथिः सार्द्धमेतेना-भूवं पालितसंयमः ॥ १६७ ।। नवकोटिविशुद्धं तद्भोज्यमस्योपयुज्यते । कर्मक्षयसहायस्य साधोर्देहस्य धारकं ॥ १६८ ॥ घटमिक्षुरसस्यैकं केनचियाभृतीकृतं । तदा भगवते सोऽदा-निर्दोषं विशदाशयः ॥ १६९ ॥ નહીં કરી શકનારા તેઓ પાછા ઘરે જવું તે પણ અનુચિત જાણીને તાપસી થયા અને વનમાં રહેલા લાગ્યા. ૧૬૩. હવે પ્રભુ અજ્ઞાનલોકો તરફથી દેવા માટે ધરવામાં આવતા ધનાદિને ગ્રહણ નહીં કરતા અનુક્રમે વિચરતા એક વર્ષ પૂર્ણ થયા બાદ હસ્તિનાપુરમાં આવ્યા. ૧૬૪. ‘સ્વામી કાંઈ લેતા નથી' એવા લોકોથી થતો મહાશબ્દ સાંભળતાં અને પ્રભુનો વેશ જોતાં ત્યાંના રાજા ચંદ્રયશાના પુત્ર શ્રેયાંસને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે – “અહો ! પ્રભુ તો મુનિ થયા છે. તે ધનાદિને શું કરે ? ૧૬૫-૧૬૬. આ ભવથી ત્રીજે ભવે પ્રભુ જ્યારે મહાવિદેહમાં ચક્રવર્તી હતા. ત્યારે હું તેમનો સારથી હતો. અને એમની સાથે મેં પણ ચારિત્ર લીધું હતું અને પાળ્યું હતું, ૧૬૭. તેથી હું જાણું છું કે આ પ્રભુને તો નવકોટિવડે પરિશુદ્ધ ભોજન જ ઉપયોગી થાય. કારણ કે સાધુને કર્મક્ષયમાં સહાયક એવા દેહને તે મદદગાર થાય છે.” ૧૬૮. શ્રેયાંસ આ પ્રમાણે વિચારે છે. તેવામાં કોઈએ આવીને ઈક્ષરસનો એક ઘડો તેને ભેટ કર્યો. એટલે વિશદ આશયવાળા તેણે તે નિર્દોષ વસ્તુ પ્રભુને વહોરાવી. ૧૬૯. ૧. બાહુબલિના પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy