________________
1s
કાલલોક-સર્ગ ૩૨
अष्टोत्तरसहस्रेण मणिजालैरसौ बभौ । तावत्संख्यैमुखैभूरि ब्रुवाण इव तद्यशः ॥ ९९ ॥ कल्पद्रुमैर्वृताः सर्वे-ऽभूवन् सेभहयौकसः । सप्राकारा बृहद्वासः-पताकामालभारिणः ॥ १०० ॥ सुधर्मसदृशी चारु-रलमय्यभवत्पुरः ।। युगादिदेवप्रासादात् सभा सर्वप्रभाभिधा ॥ १०१ ॥ चतुर्दिक्षु व्यराजंत मणितोरणमालिकाः । पंचवर्णप्रभांकूर-पूरडंबरितांबराः ॥ १०२ ॥ अष्टोत्तर सहस्रेण मणिबिंबैर्विभूषितं । गव्यूतिद्वयमुत्तुंगं मणिरत्नहिरण्मयं ॥ १०३ ॥ नानाभूमिगवाक्षाढ्यं विचित्रमणिवेदिकं । प्रासादं जगदीशस्य व्यधाच्छ्रीदः पुरांतरा ॥ १०४ ॥ युग्मं ॥ सामंतमंडलीकानां नंद्यावर्तादयः शुभाः । प्रासादा निर्मितास्तत्र विचित्रा विश्वकर्मणा ॥ १०५ ॥
તે પ્રાસાદ એક હજાર ને આઠ મણિમય જાળીઓવડે જાણે તેમનો યશ બોલતો હોય, તેવો શોભતો હતો. ૯૯.
આ બધા પ્રાસાદો કલ્પવૃક્ષોવડે વિંટાયેલા હતા, હાથીઓ અને અશ્વોની શાળાઓ સહિત હતા, ફરતા ગઢવાળા હતા અને મોટા વસ્ત્રની પતાકાઓના સમૂહવડે શોભાવાળા હતા. ૧૦૦.
યુગાદિદેવના મુખ્ય પ્રાસાદની આગળ સુધમસભા જેવી સર્વપ્રભા નામની રત્નમય સુંદર સભા બનાવી. ૧૦૧.
તે સભાની ચારે દિશામાં મણિમય તોરણોની શ્રેણિ શોભતી હતી. તે પાંચ વર્ષની પ્રભાના અંકુરાઓવડે આકાશને પણ ભરી દેતી હતી. ૧૦૨.
એ નગરીના મધ્યમાં ધનદે એક હજાર ને આઠ મણિમય બિંબોથી વિભૂષિત, બે ગાઉ ઉંચો, મણિ, રત્ન અને સુવર્ણમય અનેક માળાઓ અને ગવાક્ષોવાળો તેમજ વિચિત્ર મણિમય વેદિકાવાળો એક જગદીશનો પ્રાસાદ બનાવ્યો. ૧૦૩-૧૦૪.
તે નગરીમાં સામંત અને માંડલિકોના નંદ્યાવત્તદિ અનેક શુભજાતિના જુદા-જુદા પ્રકારના પ્રાસાદો વિશ્વકર્માએ બનાવ્યા. ૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org