________________
૧૫
વિનીતાનગરીના આવાસોનું વર્ણન
चतुरस्राश्च त्र्यस्रश्च वृत्ताश्च स्वस्तिकास्तथा । मंदाराः सर्वतोभद्रा एकभूमा द्विभूमकाः ॥ ९२ ॥ त्रिभूमाद्याः सप्तभूमं यावत्सामान्यभूभुजां । પ્રાસીયા વોટિશસ્તત્રી-મૂવનું રત્નસુવર્ણનાઃ | શરૂ / યુi | दिश्यैशान्यां सप्तभूमं चतुरस्रं हिरण्मयं । सवप्रखातिकं चक्रे प्रासादं नाभिभूपतेः ॥ ९४ ॥ दिश्यां सर्वतोभद्रं सप्तभूमं महोन्नतं । वर्तु भरतेशस्य प्रासादं धनदोऽकरोत् ॥ ९५ ॥ आग्नेय्यां भरतस्येव सौधं बाहुबलेरभूत् । शेषाणां च कुमाराणा-मंतरा ह्यभवंस्तयोः ॥ ९६ ॥ तस्यांतरादिदेवस्य चैकविंशतिभूमिकं । त्रैलोक्यविभ्रमाह्वानं प्रासादं रलराजिभिः ॥ ९७।। सवप्रखातिकं रम्यं सुवर्णकलशावृतं । વંધ્યનપટવ્યોના-ત્યંત નિર્મને રિઃ || ૧૮ | યુH .
તે નગરીમાં ચોખંડા, ત્રિકોણ, ગોળ, સ્વસ્તિકાકૃતિવાળા, મંદાર, સર્વતોભદ્ર, એક માળવાળા, બે માળવાળા, ત્રણ માળવાળા યાવતું સાત માળવાળા, રત્ન અને સુવર્ણના બનાવેલા કોડોની સંખ્યામાં પ્રાસાદો સામાન્ય રાજાઓ માટે બનાવવામાં આવ્યા. ૯૨-૯૩.
ઈશાન ખૂણામાં સાત માળવાળો, ચોખંડો, સુવર્ણમય અને ગઢ તથા ખાઈવાળો પ્રાસાદ નાભિરાજા માટે બનાવવામાં આવ્યો. ૯૪.
ધનદે, ભરતેશ માટે પૂર્વદિશામાં સર્વતોભદ્ર નામનો, સાતમાળનો ઘણો ઉંચો અને ગોળ પ્રાસાદ બનાવ્યો. ૯૫.
અગ્નિખૂણામાં ભરતના જેવો જ પ્રાસાદ બાહુબલી માટે બનાવવામાં આવ્યો. બાકીના કુમારો માટે, તે બેના આંતરામાં જુદા જુદા પ્રાસાદો બનાવવામાં આવ્યા. ૯૬.
તે બધાની મધ્યમાં આદિદેવ માટે એકવીશ માળવાળો, વૈલોક્યવિભ્રમ નામનો, રત્નશ્રેણિઓવડે શોભતો, ગઢ તથા ખાઈવાળો, સુવર્ણના કળશયુક્ત, ચંચળ એવી ધ્વજાઓના ન્હાને જાણે નૃત્ય કરતો હોય તેવો પ્રાસાદ છે બનાવ્યો. ૯૭-૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org