________________
૧૪
तथाह धनपालः परमार्हतः
કાલલોક-સર્ગ ૩૨
धन्ना सविम्हयं जेहिं झति कयरज्जमज्जणो हरिणा । चिरधरियनलिणिपत्ता-भिसेअसलिलेहिं दिट्ठो सि ॥ ८६ ॥
विनयेन ततस्तेषां संतुष्ट वासवो भृशं ।
विनीतां नगरीमेषां निवासार्थमरीरचत् ॥ ८७ ॥ अस्याः स्वरूपं चैवमाहुः
श्रीविंभो राज्यसमये शक्रादेशान्नवां पुरीं । धनदः स्थापयामास रत्नचामीकरोत्करैः ॥ ८८ ॥ द्वादशयोजनायामा नवयोजनविस्तृता । अष्टद्वारा महाशाला साभवत्तोरणोज्ज्वला ॥ ८९ ॥ धनुषां द्वादश शता-न्युच्चैस्त्वेऽष्टशतं तले । व्यायामे शतमेकं स व्यधाद्वप्रं सखातिकं ॥ ९० ॥ सौवर्णस्य च तस्योर्ध्वं कपिशीर्षावलिर्बभौ । मणिजामरशैलस्थ-नक्षत्रालिरिवोद्गता ॥ ९१ ॥
ધનપાળ પરમાહત્' આ સંબંધમાં કહે છે કે-તે વખતે ઇંદ્ર ઉતાવળે આવીને જેનો રાજ્યાભિષેક કર્યો છે એવા પ્રભુને જોઈને નલિનીના પત્રમાં અભિષેક જળ લાવી, ચિરકાલ સુધી હાથમાં ધારણ કરીને, જે યુગલિઆઓએ વિસ્મય સહિત ભગવાનનાં દર્શન કર્યા તેઓને ધન્ય છે.’ ૮૬.
ત્યારપછી યુગલિકોના વિનયથી અતિ સંતુષ્ટ થયેલા ઇંદ્રે એમના નિવાસ માટે વિનીતા નામની નગરી બનાવી દીધી. ૮૭.
તે નગરીનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રી વિભુના રાજ્યસમયે શક્રેન્દ્રના આદેશથી રત્ન-સુવર્ણના સમૂહથી પૂર્ણ એવી નગરીનું ધનદે સ્થાપન કર્યું. ૮૮.
તે નગરી બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, આઠ દરવાજા, મોટી શાળાઓ અને તોરણાદિથી ભવ્ય બનાવી. ૮૯.
Jain Education International
તે નગરીનો ગઢ ૧૨૦૦ ધનુષ્ય ઉંચો, જમીનપર આઠ સો ધનુષ પહોળો અને ઉપર એક સો ધનુષ્ય પહોળો ફરતી ખાઈવાળો બનાવ્યો. ૯૦,
તે સોનાના ગઢ ઉપર મેરૂપર્વત ઉપર રહેલ નક્ષત્રની શ્રેણિ જેવી મણિમય કાંગરાની શ્રેણિ શોભતી હતી. ૯૧,
For Private & Personal Use Only
www.jainelibrary.org