________________
કાલલોક-સર્ગ ૩ર तत्र च प्राप सम्यक्त्वं मृत्वा कालांतरेऽथ सः ।। बभूवोत्तरकुरुषु युग्मी मृत्वा ततोऽपि च ॥ ४४ ॥ सौधर्मे त्रिदशोऽथाभू-द्विदेहेषु महाबलः । ईशाने ललितांगोऽथ वज्रजंघो महीपतिः ॥ ४५ ॥ विदेहेष्वभवत्सोऽथ युग्म्युत्तरकुरुष्वथ । સૌધર્મે ત્રિશોડથમૂ-કિર્દોષ વિત્સિવ: || ૪૬ | श्रेष्ठिभूपामात्यसार्थ-वाहपुत्रैः सुहृद्वरैः । संयुक्तः स पटूचक्रे कृमिकुष्ठार्दितं मुनिं ॥ ४७ ॥ लक्षपाकं ददौ तत्र तैलं वैद्यसुतः स्वयं । गोशीर्षचंदनं लक्ष-मूल्यं च रत्नकंबलं ॥ ४८ ॥ वणिग् ददौ विना मूल्यं साधुभक्त्या महाशयः । प्रतिपद्य स चारित्रं संविग्नः प्रययौ शिवं ॥ ४९ ॥ चतुर्भिस्सह मित्रैः स यतीभूय चिकित्सकः । देवोऽभूदच्युते तस्माच्युत्वा पंचापि ते सुराः ॥ ५० ॥
ત્યાં તે ધનસાર્થવાહ સમક્તિ પામ્યા. ત્યાંથી અવસરે કાળ કરીને ઉત્તરકુરુમાં યુગલિક થયા, ત્યાંથી પણ મરીને ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ચોથે ભવે મહાવિદેહમાં મહાબલ નામે રાજા થયા. પાંચમે ભવે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ થયા. છ ભવે મહાવિદેહમાં વજસંઘ રાજા થયા, સાતમે ભવે ઉત્તરકુરુમાં યુગલિક થયા. આઠમે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. નવમે ભવે મહાવિદેહમાં વૈદ્ય થયા. ૪૪-૪૬.
તે ભવમાં રાજા, શ્રેષ્ઠી, અમાત્ય અને સાર્થવાહ-એમ ચારેના પુત્રો તેના મિત્રો હતા, તે ભવમાં કૃમિકુષ્ઠના વ્યાધિથી પીડાતા મુનિને તેણે ચારે મિત્રોની સહાયથી નિરોગી કર્યા. ૪૭.
તે કાર્યમાં વૈધપુત્રે લક્ષપાક તેલ પોતાનું વાપર્યું અને ગૌશીપચંદન તથા લક્ષમૂલ્યનું રત્નકંબલ એક વણિક મહાશયે વગર મૂલ્ય માત્ર મુનિરાજપરની ભક્તિથી આપ્યું. તે સંવિગ્ન વણિક તો ચારિત્ર અંગીકાર કરીને તે ભવમાં જ મોક્ષે ગયો. ૪૮-૪૯.
ચારે મિત્રો સાથે વૈદ્યપુત્રે પણ દીક્ષા લીધી અને તે પાંચે જણા બારમા દેવલોકમાં દેવ થયા. પાંચે દેવો સ્વર્ગમાંથી આવીને પુષ્કલાવતી વિજયની પુંડરીકિણીનગરીમાં વજસેન નામના તીર્થંકરના પુત્રો થયા. પ૦-પ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org