________________
છેલ્લા કુલકર અંગે
नाभेः कुलकरस्याथ मरुदेवामृगीदृशः । भूमौ भाविविनीतायां पुत्रत्वेनादिमो जिनः ॥ ३८ ॥ वर्त्तमानावसर्पिण्याः संबंधिनि तृतीयके ।
अरे नवाशीतिपक्ष- त्रुटितांगावशेष ॥ ३९ ॥ शुचिश्यामलतुर्याया-मागात्सर्वार्थसिद्धितः । स्थितिं समाप्य तत्रत्यां त्रयस्त्रिंशत्पयोधिकां ॥ ४० ॥ त्रयोदशे भवे सोऽस्मा - त्सार्थवाहो धनाभिधः । आसीत्ससार्थः सोऽचाली - द्वसंतपुरमन्यदा ॥ ४१ ॥ वर्षाकाले पथि प्राप्ते कांतारे तस्थिवानसौ । सहागतान्मुनींस्तत्र सस्मार शरदागमे ।। ४२ ।। अन्ये जीवंति कंदाद्यैर्मुनयस्तु कथं हहा ! | ततः प्रगे तानाकार्य स घृतैः प्रत्यलंभयत् ॥ ४३ ॥
નાભિકુલકરની મરુદેવાનામની સ્ત્રીથી વિનીતા નગરી જ્યાં વસવાની હતી તે ભૂમિમાં પુત્રપણે
પ્રથમ જિનેશ્વર થયા છે. ૩૮.
૧
તે વર્તમાન અવસર્પિણીનાં ત્રીજા આરાના નેવ્યાશી પક્ષ અને એક ત્રુટિતાંગ (૮૪ લાખ પૂર્વ) બાકી રહ્યા ત્યારે થયા છે. ૩૯.
તેઓ અષાઢ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીએ સર્વાર્થસિદ્ધ વિમાનથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મરુદેવા માતાની કુક્ષિમાં આવેલા છે. ૪૦.
તેઓ આ ભવથી પ્રથમના તેરમે ભવે ધન નામના સાર્થવાહ હતા. તે એક વખત સાર્થસહિત વસંતપુર તરફ પ્રયાણ કર્યું. ૪૧.
માર્ગમાં વર્ષાકાળ આવી જવાથી એક અટવીમાં રહ્યાં. ત્યાં સાથે આવેલા મુનિ તેને શરદઋતુ આવતાં યાદ આવ્યા. ૪૨.
તેણે વિચાર્યું કે - બીજા મનુષ્યોએ તો કંદાદિકથી નિર્વાહ કર્યો હશે, પરંતુ એ મુનિઓનું શું થયું હશે ? (કારણ કે તેઓ તો કંદાદિ વાપરતા નથી.) પછી તે મુનિઓને સવારે બોલાવી ઘીવડે પ્રતિલાભ્યા. ૪૩.
Jain Education International
१. आषाढशुक्लषष्ठ्यां स इति पाठोऽपि श्रेष्ठि- देव० -लाल जैनपु० प्रतौ लिखितस्तन्मूलं मृग्यं, कल्पसूत्रेऽपि अषाढकृष्णचतुर्थ्येव लिखिता ।
For Private & Personal Use Only
www.jainelibrary.org