________________
કુલકરોની નીતિ, દેહમાન, આયુષ્ય વિગેરે
नवा १ ष्टौ २ सप्त ३ सार्धाः षट् ४ षट् ५ सार्द्धाः पंच ६ पंच च । પંવિંશા: ૭ ભાવેષાં રેહમાને નુકશતા: || ૨૧ / दशभागीकृतस्यैपामायुषः प्रथमोऽशंकः । कुमारत्वेऽतिमश्चांशो वार्द्धके परिकीर्तितः ॥ २६ ॥ अष्टासु मध्यमांशेषु कुलकृत्पदगौरवः ।। सप्तानामप्यमीषां स्यु-रेकैको वाहनं गजः ॥ २७ ॥ हस्तिनां च भवत्यायु- निजैः कुलकरैः समं । द्वौ सुवर्णकुमारेषू-त्पन्नौ कुलकरौ क्रमात् ।। २८ ॥ अथोदधिद्वीपकुमा-रेषु द्वौ द्वौ यथाक्रमं । नाभिर्नागकुमारेषु तथा षण्णां प्रिया अपि ।। २९ ॥ निर्वृता मरुदेवा तु सप्तापि करिणोऽभवन् । नागदेवा मतेऽन्येषां केषांचित्त्वाद्य एव सः ॥ ३० ॥
तथोक्तं श्रीज्ञानसागरसूरिकृतावश्यकावचूर्णी-हस्तिनः सप्तापि षट् च स्त्रियो नागकुमारेषु भवंत्युत्पन्नाः, अन्ये व्याचक्षते हस्ती एक एव, षट् स्त्रियो नागेषु शेषैर्नाधिकार इति.
સાતે કુલકરોનું દેહમાન અનુક્રમે-નવ સો ૧, આઠ સો ૨, સાત સો ૩, સાડાછસો ૪, છસો ૫, સાડાપાંચસો ૬ તથા પાંચ સો ને પચ્ચીશ ૭ ધનુષ્ય પ્રમાણ હતું. ૨૫.
એમના આયુષ્યના દશ ભાગ કરવા. તેમાં પહેલો ભાગ કુમારપણામાં અને છેલ્લો ભાગ વૃદ્ધપણામાં કહ્યો છે, તથા મધ્યના આઠ ભાગ કુલકરપણાના ગૌરવને સૂચવનારા જાણવા. તે સાતે કુલકરને એક એક હાથીનું વાહન હતું. ૨૬-૨૭.
તે હાથીઓનું આયુ પોતપોતાના કુલકર સમાન સમજવું. સાત કુલકરમાંથી પ્રથમના બે સુવર્ણકુમારમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમારમાં અને છેલ્લા નાભિકુલકર નાગકુમારમાં (ભવનપતિમાં) ઉત્પન્ન થયા છે તેમાનાં પ્રથમના છ કુલકરની સ્ત્રીઓ પતિપ્રમાણે જ દેવપણે ઉત્પન્ન થયેલ છે અને સાતમા કુલકરની સ્ત્રી મરુદેવી મોક્ષે ગયેલ છે. સાતે કુલકરના હાથી કોઈના મતે નાગકુમારમાં ઉત્પન્ન થયેલ છે અને અન્ય મતે પહેલા કુલકરનો હાથી જ નાગકુમારમાં ગયેલ છે. ૨૮-૩૦.
શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત શ્રી આવશ્યકની અવચૂર્ણિમાં કહ્યું છે કે - સાતે હાથીઓ અને પ્રથમના છ કુલકરની સ્ત્રીઓ, નાગકુમારમાં ઉત્પન્ન થઈ છે, અન્ય કહે છે કે- હસ્તી એક જ અને છે સ્ત્રીઓ નાગકુમારમાં ગયેલ છે, બાકીના હાથી ક્યાં ગયા તેનો અધિકાર બતાવેલો નથી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org