________________
૩૩૫
ક્ષાયિક, લાયો.ના ભેદ
चारित्रं यच्च चारित्र-मोहनीयक्षयोत्थितं । याश्च दानाद्यंतराय-पंचकक्षयसंभवाः ॥ ३७ ॥ दानलाभभोगवीर्यो-पभोगलब्धयोऽद्भुताः । नवामी क्षायिका भावा भवेयुः सर्ववेदिनां ।। ३८ ॥ मतिश्रुतावधिमनः पर्यायाणां चतुष्टयं । मत्यज्ञानश्रुताज्ञान-विभंगा इति च त्रयं ॥ ३९ ॥ यतो ज्ञानावरणीय-क्षयोपशमसंभवा । ततः क्षायोपशमिका भावाः सप्तोदिता अमी ॥ ४० ॥ ज्ञानी सम्यकत्वयोगेना-ऽज्ञानी मिथ्यात्ववांश्च सः । क्षायोपशमिकत्वं तदज्ञानानामपि स्फुटं ॥ ४१ ॥ अचक्षुश्चक्षुरवधि-दर्शनानीति च त्रयं । दर्शनावरणीयाख्य-क्षयोपशमसंभवं ॥ ४२ ॥ सम्यकत्वं यदनंतानु-बंधिदर्शनमोहयोः । भवेत्क्षयोपशमतः क्षायोपशमिकं ततः ।। ४३ ॥
થાય છે તે બે ૨, સમક્તિ મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થતું ક્ષાયિક સમક્તિ ૩, ચારિત્ર મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થતું ક્ષાયિક (યથાખ્યાત) ચારિત્ર ૪ અને દાનાદિક પાંચ અંતરાયનો ક્ષય થવાથી ઉત્પન્ન થતા ક્ષાયિક ભાવના દાન પ, લાભ ૬, ભોગ ૭, ઉપભોગ ૮ અને વીર્ય ૯ આ નવ પ્રકાર ક્ષાયિક ભાવના છે. તે સર્વજ્ઞને પ્રાપ્ત થાય છે. ૩૬-૩૮.
હવે ક્ષાયોપથમિક ભાવના અઢાર ભેદ કહેવાય છે કે મતિ, શ્રત,અવધિ અને મનઃ પર્યવજ્ઞાન-એ ચાર અને મતિ, અજ્ઞાન, શ્રુત અજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન - કુલ ૭ જ્ઞાનાવરણીય કર્મના ભેદ ક્ષાયોપથમિક ભાવના કહેવાય છે. ૩૯-૪૦. .
તેમાં સમ્યક્તના સંયોગથી જીવ જ્ઞાની કહેવાય છે અને મિથ્યાત્વના સંયોગથી અજ્ઞાની કહેવાય છે તેથી અજ્ઞાનોને માટે પણ જ્ઞાનાવરણીય કર્મનું લાયોપથમિકપણું સિદ્ધ થાય છે. (૭) ૪૧.
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૮-૧૦) ૪૨.
- અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી થતું સમ્યક્ત તે પણ લાયોપથમિક કહેવાય છે. (૧૧) ૪૩. ૧. ક્ષાયિક સમ્યક્ત છઘ0ને પણ હોઈ શકે છતાં પણ અહિં ક્ષાયિક ભાવો ૯ સર્વજ્ઞ ભગવંતને હોય એમ જે કહ્યું, તે
સંપૂર્ણ નવે - નવ સર્વજ્ઞ ભગવંતને જ હોય તેમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org