________________
૩૩૨.
ભાવલોક સર્ગ - ૩૬
परिणामेन निवृत्त इति चात्र न संभवेत् । अस्यां निरुक्ती सादित्वं जीवत्वादेः प्रसज्यते ॥ १८ ॥ अत्र चाद्यास्त्रयः प्रादु-र्भवेयुः कर्मघाततः । रजोभ्रमविगमे तिग्म-रशिमकांतिकलापवत् ।। १९ ।। सर्वतो देशतश्चेति विघातः कर्मणां द्विधा ।
: વીવેડચ: સત્યપ્રયોગ: | ૨૦ | तुर्यस्तु भावः स्वोपात्त-कर्मोदयसमुद्भवः । સુરાવો યાત-વૃત્તાસ્થામાવવતુ || ૨૦ || पारिणामिकभावस्तु निर्दिष्टो निनिमित्तकः ।। अत एव स्वार्थिकोऽत्र प्रत्ययो राक्षसादिवत् ॥ २२ ॥ आदिमाश्च त्रयो भावा जीवानामेव निश्चिताः । अंतिमौ तौ पुनर्जीवा-जीवासाधारणौ स्मृतौ ॥ २३ ॥ एकत्र द्वयादिभावानां सन्निपातोऽत्र वर्तनं । યો માવર્તન નિવૃત્તમત્સાન્નિપાતિવઃ | ૨૪ ||
પરિણામવડે નિવૃત્ત થયેલો, બનેલો ભાવ તે પારિણામિક ભાવ એવો અર્થ અહીં સંભવતો નથી, કેમ કે તેવી વ્યુત્પત્તિ કરવાથી તો જીવતત્ત્વાદિ સાદિ થાય. ૧૮.
રજ અને વાદળના દૂર થવાથી પ્રગટ થતી સૂર્યની કાંતિની જેમ આ ભાવોમાં પ્રથમના ત્રણ ભાવો કર્મના ઘાતથી ઉત્પન્ન થાય છે. ૧૯.
કર્મનો વિઘાત સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પહેલા (સર્વથી વિઘાત) સ્વ (આત્મ) વીર્યની અપેક્ષાથી થાય છે અને બીજો (દેશથી વિઘાત) કર્મ એવા આત્માના પ્રયોગથી થાય છે. ૨૦.
મદિરાપાનના ઉદયથી થતા ગીત, નૃત્ય હાસ્યાદિ ભાવની જેમ ચોથો (ઔદાયિક) ભાવ પોતાના બાંધેલા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૨૧.
પાંચમો પરિણામિક ભાવ નિનિમિત્તક (આત્માના વીર્ય કે ક્રિયાની અપેક્ષા રહિત) કહ્યો છે. તેથી અહીં રાક્ષસાદિ શબ્દની જેમ સ્વાર્થમાં રૂ પ્રત્યય સમજવો. ૨૨.
આ પાંચ પૈકી પ્રથમના ત્રણ ભાવો જીવોને જ હોય છે અને ચોથોને પાંચમો એ બે ભાવ-જીવ અજીવ બન્નેને સાધારણ કહ્યા છે. ૨૩.
એકત્ર બે વિગેરે ભાવોનો જે સંયોગપૂર્વક જે વર્તન તેથી ઉત્પન્ન થતો ભાવ તે સાત્રિપાતિક ભાવ કહ્યો છે. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org