________________
૩૩૧
ઔપથમિક આદિ ભાવોનું સ્વરૂપ अत्रोच्यते-स्यात्क्षयोपशमे कर्म-प्रदेशानुभवात्मकः ।
उदयोऽप्यनुभागं तु नैषां वेदयते मनाक् ॥ १४ ॥ प्रदेशैरप्युपशमे कर्मणामुदयोऽस्ति न ।
विशेषोऽयमुपशम-क्षयोपशमयोः स्मृतः ॥ १५ ॥ आगमश्चात्र-से णूणं भंते णेरइयस्स वा तिरिक्खजोणियस्स वा मणुस्सस्स वा देवस्स वा जे कडे कम्मे, णत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ? हंता गो ! से केणठेणं भंते ! एवं वुच्चिति ? एवं खलु गो ! मए दुविहे कम्मे पन्नत्ते, तं पदेसकम्मे य अणुभावकम्मे य, तत्थ णं जं पदेसकम्मं तं नियमा वेदेइ, तत्थ णं जं तं अणुभावकम्मं तं अत्थेगतियं वेदेति, अत्थेगतियं नो वेदेति, णातमेयं अरहता, विण्णायमेतं अरहता, अयं जीवे इमं कम्म अज्झोवगमियाय वेदणाए वेदिस्सति, अयं जीवे इमं कम्मं उवक्कमिया वेदणाए वेदिस्सति, अहाकम्मं अहानिकरणं जहा जहा तं भगवया दिट्ठ, तहा तहा विपरिणमिस्सतीति, से तेणठेणं एवं वुच्चति.
यः कर्मणां विपाकेना-नुभवः सोदयो भवेत् । स एवौदयिको भावो निवृत्तस्तेन वा तथा ॥ १६ ॥ य एव जीवाजीवानां स्वरूपानुभवं प्रति । प्रह्वीभावः परीणामः स एव पारिणामिकः ।। १७ ॥
ઉત્તરઃ ‘ક્ષયોપશમ ભાવમાં કર્મોનો પ્રદેશાનુભવરૂપ ઉદય હોય છે, વિપાકનુભાવ હોતો નથી
૧ ભાવમાં તો પ્રદેશથી પણ કમનો ઉદય હોતો નથી. આ ઉપશમ અને ક્ષયોપશમમાં તફાવત છે.’ ૧૪-૧૫.
આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે હે ભગવંત! નારકને તિર્યંચોને, મનુષ્યોને તથા દેવોને તેના કરેલા જે કમ તેનો વિદ્યા વિના તો ક્ષય થતો જ નથી ને?” ભગવંત કહે છે કે ‘થાય છે પણ ખરો.” ગૌતમ સ્વામી પૂછે છે કે - હે પ્રભુ ! આપ એમ શા કારણે કહો છો?' પ્રભુ કહે છે કે - “હે ગૌતમ ! મેં કર્મ બે પ્રકારના કહ્યા છે. ૧ પ્રદેશ કર્મ અને ૨ અનુભાવ કર્મ. તેમાં જે પ્રદેશકમ છે, તે તો નિશ્ચય વેદાય છે અને જે અનુભાવ કર્મ છે. તેમાંથી કોઈક વેદાય છે ને કોઈક વેદાતાં નથી. આ અરિહંતે જાણેલું છે અને અરિહંતે વિશેષ રીતે જાણેલું છે કે આ જીવ કર્મને વિપાકોદયથી વેદશે અને આ જીવ કર્મ પ્રદેશોદય દ્વારા વેદશે. જે કર્મ જેવા નિકરણપણે જેવી જેવી રીતે ભગવંતે જોયું છે, તે કર્મ તેવી રીતે વિશેષ પરિણામ પામશે એમ સમજવું. આ કારણે એમ કહેલું છે.
હવે જે કર્મનો વિપાકવડે અનુભવ તે ઉદય કહેવાય છે. અને જે ઉદય તે જ ઔદયિક ભાવ કહેવાય છે. અથવા તે ઉદયથી ઉત્પન્ન થયેલો જે ભાવ તે ઔદયિક ભાવ સમજવો. ૧૬.
જે જીવ કે અજીવને સ્વરૂપાનુભવ કરવામાં જે તત્પરતા તે જ પરિણામ કહેવાય છે. તેને જ પારિણામિક ભાવ જાણવો. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org