________________
અનુભાગબંધનું સ્વરૂપ.
૨૯૫ एवं च प्रवचनसारोद्धारसूत्रवृत्त्याद्यभिप्रायेण सूक्ष्माग्निकायिकजीवकायस्थितेरनुभागबंधस्थानानि भावपुद्गलपरावर्त्तनिरूपणायोपक्रांतानि पंचसंग्रहकर्मग्रंथसूत्रवृत्त्यादिषु तु सामान्यत एवानुभागबंधनस्थानान्युक्तानि, तथाहि-भावपुद्गलपरावर्त्तमाह
अणुभागट्ठाणेसुं अणंतरपरंपराविभत्तेहिं ।
भावंमि बायरो सो सुहुमो सव्वे सणुक्कमसो ॥ ७६A ॥ इति पंचसंग्रहे. अथात्रानुभागबंधस्थानस्वरूपनिरूपणायोपक्रम्यते ।
प्राग् यानि कर्मयोग्यानि द्रव्याण्युक्तानि तान्यथ । स्वाधिष्ठिताभ्रप्रदेशा-वगाढानीह चेतनः ॥ ७७ ॥ उपादाय कर्मतया द्राक् परिणमयत्ययं । किंचित्साधर्म्यतो वह्नि दृष्टांतोऽत्र निरूप्यते ॥ ७८ ॥ यथा दहनयोग्यानि द्रव्याणि ज्वलनोऽपि हि । स्वगोचरस्थितान्येव प्रापयेद्वह्निरूपतां ॥ ७९ ।। न तु स्वविषयातीता-न्यग्नितां नेतुमीश्वरः ।। जीवोऽपि स्वप्रदेशेभ्यो द्रव्यमेवं बहिः स्थितं ॥ ८० ॥
અનુભાગબંધસ્થાન તથા સંયમસ્થાન તેથી અસંખ્યાત ગુણા છે. ૭૬.
આ પ્રમાણે શ્રીપ્રવચનસારોદ્ધારસૂત્ર વૃજ્યાદિના અભિપ્રાય વડે સૂક્ષ્મ અગ્નિકાય જીવોની કાયસ્થિતિના અનુભાગબંધસ્થાનો ભાવપુગળપાર્વત કહેવાથી શરૂઆતમાં લીધા છે. પંચસંગ્રહ, કર્મગ્રંથસૂત્રવૃજ્યાદિમાં તો સામાન્યથી જ અનુભાગબંધના સ્થાન કહ્યા છે. તે આ પ્રમાણે-અનુભાગબંધના સ્થાન અનંતરને પરંપરપણે (આગળ પાછળ) એમ બધા વેદાય તે બાદરભાવપુડ્ઝળપરાવર્તન અને અનુક્રમે તે સર્વ સ્થાનો વેદાય તે સૂક્ષ્મભાવપુડ્ઝળપરાવર્તન જાણવું ઈતિ પંચસંગ્રહે. ૭૬ A
હવે અહીં અનુભાગબંધના સ્થાનનું સ્વરૂપ કહેવાનો આરંભ કરીએ છીએ.
પૂર્વે જે કર્મયોગ્ય દ્રવ્યો કહ્યા છે, તેમાંથી સ્વઅધિષ્ઠિત આકાશપ્રદેશાવગાઢ જે હોય, તેને જ ચેતન ગ્રહણ કરીને તે સમયે જ કમપણે પરિણમાવે છે. કાંઈક સાધમ્યપણું હોવાથી અગ્નિનું દ્રષ્ટાંત અહીં કહેવામાં આવે છે. ૭૭-૭૮.
અગ્નિ પણ દહન યોગ્ય દ્રવ્યો પોતાના ક્ષેત્રમાં રહેલાને જ અગ્નિપણે પમાડે છે. ૭૯.
જે સ્વવિષયાતીત હોય તેને અગ્નિપણું પમાડી શકતો નથી. (અથતિ તેને બાળી શક્તો નથી) તેમ જીવ પણ સ્વદેશથી બહાર રહેલા કર્મયોગ્ય પુદ્ગલોને પણ કર્મપણું પમાડી શકવાને સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org