________________
૨૮૫
વર્ગણાનું સ્વરૂપ. तथाहि- एकाकिनः संति लोके येऽनंताः परमाणवः ।
एकाकित्वेन तुल्यानां तेषामेकात्र वर्गणा ॥ ७ ॥ व्यणुकानामनंतानां द्वितीया वर्गणा भवेत् ।। त्र्यणुकानामनंतानां तृतीया किल वर्गणा ॥ ८ ॥ यावदेवमनंतानां गण्यप्रदेशशालिनां । स्कंधानां वर्गणा गण्या व्यणुकत्वादिजातिभिः ॥ ९ ॥ असंख्येयप्रदेशाना-मप्येकैकाणुवृद्धितः । असंख्येया वर्गणाः स्युः प्राग्वज्जातिविवक्षया ॥ १० ॥ तथा ताणुजातानां स्कंधानामपि वर्गणाः । મરંવાપુવૃદ્ધયાર્ડનંતા તિ નિઃ મૃતં છે 99 // अत्यल्पाणुमयत्वेन स्थूलत्वादखिला अपि । ग्रहे नायांति जीवानां ग्रहणानुचिता इति ॥ १२ ॥ अथोल्लंघ्याखिला एताः सिद्धानंतांशसंमितैः । अभव्येभ्योऽनंततुणैः परमाणुभिरुद्गतैः ॥ १३ ॥
વગણાઓ પણ, સારી રીતે સમજી શકાય તેવી અને સારી રીતે ગ્રહણ કરી શકાય તેવી થાય છે. ૬.
તેની વિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે છેઃ- એકાકી (છુટા) એવા જે અનંત પરમાણુઓ લોકમાં રહેલા છે. તે એકાકીપણે તુલ્ય હોવાથી તેની અહીં એક વર્ગણા સમજવી. ૭.
બે અણુવાળા અનંતા (સ્કંધો) ની બીજી વર્ગણા, ત્રણ પરમાણુવાળા અનંતા સ્કંધોની ત્રીજી વર્ગણા. ૮.
- એવી રીતે દ્વિઅણુકત્વાદિ જાતિવડે યાવતું ગય (સંખ્યાતા) પરમાણુઓવાળા અનંતા સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ જાણવી. ૯.
તેથી એક-એક પરમાણુ વધતા અસંખ્યાતા અસંખ્યાતા પરમાણુઓના અનંતા અનંતા સ્કંધોની પૂર્વની જેમ જાતિની વિવક્ષાએ અસંખ્યાતી વગણા જાણવી. ૧૦.
તેથી એક-એક પરમાણુ વધતાં અનંતા અનંતા પરમાણુઓના સ્કંધોની અનંતી અનંતી વર્ગણાઓ જાતિપણે પણ અનંતી જાણવી-એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. ૧૧.
એ બધી અત્યલ્ય પરમાણુઓવાળી અને સ્કૂલ (અવગાહનાવાળી) હોવાથી જીવોને ગ્રહણ કરવાને અનુચિત હોવાથી ગ્રહણમાં આવતી નથી. ૧૨.
ઉપરની સંખ્યાથી વધુ એટલે સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણા પરમાણુઓથી બનેલા સ્કંધોવડે વિસસા પરિણામે (સ્વભાવે) બનેલી વર્ગણાઓ ઔદારિક શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org