________________
૨૮૨
કાલલોક-સર્ગ ૩૪
एकक्रोशोच्छ्रिता एक-पल्योपमपरायुषः । तत्रैकाहांतराहारा भाविनः प्रथमं जनाः ॥ ४३५ ॥ द्विक्रोशोच्चाश्च पर्यंते द्विपल्यपरमायुषः । षष्ठभक्तकृ ताहार भविष्यंति नरोत्तमाः ॥ ४३६ ॥ अरके पंचमे पूर्णे-ऽथैवं पर्यायवृद्धितः । षष्ठोऽरकोऽथ सुप्रम-सुषमाख्यः प्रवेक्ष्यति ॥ ४३७ ॥ द्विक्रोशंतुगाश्चात्रादौ द्विपल्योत्कृष्टजीविताः । द्विदिनांतरभोक्तारो भाविनो भुवि युग्मिनः ॥ ४३८ ।। अंते क्रोशत्रयोत्तुंगा-स्त्रिपल्यपरमायुषः । भवितारो युगलिन-स्त्रिदिनांतरभोजिनः ॥ ४३९ ।। उत्कृष्टं ह्यरकप्रांते युग्मिनामुच्छ्रयादिकं । તેપ્ય: પૂર્વેષાં તુ તેષાં વિવિધૂનોનવ તત્ || ૪૪૦ || एवं पंशुलिकादीनां वृद्धिरप्यूह्यतां स्वयं ।। कल्पवृक्षादिभावानां पर्यायाणां च भूयसां ॥ ४४१ ।।
નામનો આરો પ્રવેશ કરશે. ૪૩૪.
તેના પ્રારંભમાં મનુષ્યો એક કોશ ઊંચા શરીરવાળા, એક પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને એકાંતર આહાર કરનારા થશે. ૪૩૫.
એ આરાને અંતે બે ગાઉ ઊંચા શરીરવાળા, બે પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને બે દિવસને આંતરે આહાર કરનારા ઉત્તમ મનુષ્યો થશે. ૪૩૬.
એ પ્રમાણે પયયની વૃદ્ધિથી પાંચમો આરો પૂર્ણ થયા બાદ સુષમસુષમા નામનો છઠ્ઠો આરો પ્રવેશ કરશે. ૪૩૭.
તેના પ્રારંભમાં બે ગાઉ ઊંચા શરીરવાળા, બે પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને બે દિવસને આંતરે ભોજન કરનારા યુગલિક મનુષ્યો પૃથ્વીપર થશે. ૪૩૮.
તે આરાને અંતે ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા, ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને ત્રણ દિવસને આંતરે ભોજન કરનારા યુગલિકો થશે. ૪૩૯.
- આ આરાને પ્રાંતે યુગલિકોના શરીરનું ઉંચપણું વિગેરે ઉત્કૃષ્ટ થશે. તેની પૂર્વેનું તે જ આરાનું શરીર, આયુ વિગેરે કાંઈક કાંઈક ઓછું ઓછું જાણવું. ૪૪૦.
એ પ્રમાણે પાંસળી વિગેરેની વૃદ્ધિ તેમજ કલ્પવૃક્ષાદિ ભાવોનું અનેક પ્રકારના પયયોનું ૧. ઉત્સર્પિણીના ચોથા આરાને અંતે યુગલિકોના શરીરમાં પાંસળી ૬૪, પાંચમા આરાને અંતે ૧૨૮ અને છઠ્ઠા
આરાને અંતે ૨૫૬ સજમવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org