SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २८० स्वत एव प्रवर्त्तते ते न्यायेष्वेव मानवाः । न ते शासितुमर्हति तेषां शास्ता न कश्चन ।। ४२९ ॥ एवं चात्रावसर्पिणीप्रातिलोम्यौचित्येनोत्सर्पिणीषु चतुर्थारकस्यादौ चतुर्विंशतितमजिननिर्वाणनंतरं पंचदश कुलकरा उक्ताः परमेतन्निर्णेतुं न शक्यते यदुत्सर्पिण्यां द्वितीयारकपर्यंते कुलकरा भवंति उत चतुर्थारकस्यादौ भवंति ? यत एष निर्णयो ह्यनंतरभविष्यदुत्सर्पिण्यनुसारेण कर्त्तुं शक्यते, भविष्यदुत्सर्पिण्यां च कुलकरानाश्रित्य शास्त्रे भूयान् विसंवादो दृश्यते. કાલલોક-સર્ગ ૩૪ तथाहि-कालसुप्ततिकादीपालिकाकल्पादिषु च द्वितीयारकपर्यंते विमलवाहनादयः सप्त कुलकरा उक्ताः, स्थानांगे तु सप्तमे स्थानके सप्त कुलकरा उक्ताः, तत्र सुमतिनामापि नोक्तं, दशमे तु सीमंकरादयो दशोक्तास्तत्र सुमतिनामोक्तं परं प्रांते न समवायांगे तु सप्त तथैव, दश तु विमलवाहनादयः सुमतिपर्यंता उक्ताः । स्थानांगनवमस्थानके च सुमतिपुत्रत्वेन पद्मनाभोत्पत्तिरुक्ता, तथा जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे च द्वितीयारके कुलकरा मूलत एव नोक्ताः, चतुर्थारके तु एकस्मिन् पक्षे मूलतो नोक्ताः, पक्षांतरे च पंचदशोक्तास्तथाहिजाव ओसप्पिणीए पच्छिमे तिभागे वत्तव्वया सा भाणियव्वा कुलगरवज्जा उसभसामिवज्जा. अण्णे पढंति तीसे णं समाए पढमे तिभाए इमे पण्णरस कुलगरा समुप्पज्जिस्संति, तं जहा-सुमइ जाव उसमे सेसं तं चेव । दंडनीईओ पडिलोमाओ णेयव्वाओ. अत्र च તે મનુષ્યો સ્વભાવથી જ ન્યાયમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ ઉપર શાસન કરવાની જરૂરત જ હોતી नथी, तेथी तेना शास पए। डोई होता नथी. ४२८. એ પ્રમાણે અહીં અવસર્પિણીના પ્રતિલોમના ઉચિતપણાથી ઉત્સર્પિણાના ચોથા આરાની આદિમાં ચોવીશમા તીર્થંકરના નિર્વાણ પછી પંદર કુલકરો કહ્યા છે, પણ એનો નિર્ણય કરી શકાય તેમ નથી કે ઉત્સર્પિણીમાં બીજા આરાને પર્યંત કુલકરો થાય છે કે ચોથા આરાની આદિમાં થાય છે ? કારણ કે આ વાતનો નિર્ણય અનંતર થનારી ઉત્સર્પિણીને અનુસારે કરી શકાય છે, પરંતુ ભાવી ઉત્સર્પિણીમાં કુલકરોને આશ્રયીને ઘણો વિસંવાદ શાસ્ત્રમાં દેખાય છે. તે આ પ્રમાણે-કાળસપ્તતિકા અને દીવાળીકલ્પ વિગેરેમાં બીજા આરાને પર્યંત વિમલવાહનાદિ સાત કુલકરો થશે એમ કહ્યું છે. ઠાણાંગજીના સાતમા સ્થાનકમાં પણ સાત કુલકરો કહ્યા છે. તેમાં સુમતિનું નામ જ નથી. તેના જ દશમાં સ્થાનમાં સીમંકરાદિ દશ કુલકરો કહ્યા છે. તેમાં સુમતિનું નામ કહ્યું છે, પણ તે છેલ્લું કહ્યું નથી. સમવાયાંગમાં સાત તે પ્રમાણે જ કહ્યા છે અને દશ તો વિમલવાહનથી સુમતિપર્યંત કહ્યા છે, તથા સ્થાનાંગના નવમા સ્થાનમાં સુમતિ કુલકરના પુત્ર તરીકે પદ્મનાભની ઉત્પત્તિ કહી છે. તથા શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં બીજા આરામાં કુલકો મૂળથી જ કહ્યા નથી. ચોથે આરે એક પક્ષે મૂળથી કહ્યા નથી અને પક્ષાંતરે પંદર કહ્યા છે. તે આ પ્રમાણે-“અવસર્પિણીમાં ત્રીજા આરાના છેલ્લા ત્રણ ભાગમાં જે વિષય કહેવાનો છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy